ટ્યુશન શિક્ષકને ક્લાસમાં આવતી 17 વર્ષની છોકરી સાથે બંધાયા સંબંધ, શિક્ષક છોકરીને લઈને ભાગી ગયો ને..

GUJARAT

સુરેન્દ્રનગરમાં શિક્ષણજગતને કલંકિત કરતો કિસ્સો બન્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગરમાં ટ્યુશન ક્લાસિસ ચલાવતો એક લંપટ શિક્ષક 17 વર્ષીય વિદ્યાર્થિનીને ભગાડી ગયો હતો. મળતી માહિતી અનુસાર, વિશ્વાસ ટ્યુશન ક્લાસનો શિક્ષક વિદ્યાર્થિનીને ભગાડી જતા ચકચાર મચી ગઇ હતી.

જો કે વિદ્યાર્થિનીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પરંતુ તેમનો આરોપ છે કે પોલીસ કામગીરી કરી રહી નથી. જેથી પરિવારના સભ્યો ન્યાયની માંગ કરી રહ્યા છે.

વિદ્યાર્થીની માતાએ ન્યાયની માંગણી કરતા જણાવ્યું હતું કે મારી 17 વર્ષની દિકરીને ટ્યૂશન ક્લાસીસ ચલાવતો શિક્ષક ભગાડીને લઇ ગયો છે. એ જીવે છે કે મરી ગઇ છે એની પણ મને ખબર નથી. વિશ્વાસ ટ્યૂશન ક્લાસિસ ચલાવતો સુનિલ દાવડા નામનો શિક્ષક મારી દિકરીને ભગાડી ગયો છે.

નોંધનીય છે કે વિદ્યાર્થીની પરિવારજનોએ પોલીસ ફરિયાદ કર્યાને દોઢ મહિનો વિતવા છતાં પણ કાર્યવાહી ન થતાં સગીરાના માતા-પિતા ન્યાય માટે રઝળી રહ્યાં છે.

સુરેન્દ્રનગરમાં વિશ્વાસ ટ્યૂશન ક્લાસિસમાં ટ્યુશન લેવા જતી 17 વર્ષીય વિદ્યાર્થીનીને સુનિલ દાવડા નામનો શિક્ષક લગ્ન કરવાના બહાને ભગાડી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. દિકરીના માતા-પિતાએ પોલીસ કામગીરી ન કરતી હોવાના આક્ષેપો પણ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *