શાસ્ત્રો મુજબ તુલસીને ખૂબ શુભ માનવામાં આવે છે. વિજ્ઞાન પણ તુલસીને ઘણી ગુણી માને છે. એ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસી મહત્ત્વપૂર્ણ ગણાય છે. તુલસીએ એક એવો છોડ છે જે ઘરની સુખ શાંતિ સાથે સીધો જ સંબંધ ધરાવે છે.
જેના ઘરે તુલસી ખૂબ જ ફૂલતા ફાલતા અને તંદુરસ્ત હોય તેના ઘરની ઉન્નતિ થાય છે. જ્યારે જેના ઘરમાં તુલસી ચીમળાઈ જતા હોય તેવા ઉગતા હોય તે ઘરમાં સુખ શાંતિ જોવા મળતી નથી. પારિવારિક સંબંધોની અસર તુલસી પર પડે છે.
એવી જ રીતે ઘરની સુખાકારી પણ તુલસીને અસર કરે છે. જો પરિવાર પર મુશ્કેલી આવવાની હોય તો પણણ તુલસીનો છોડ કરમાવા લાગે છે. વાસ્તુમાં કહ્યું છે કે તુલસીનો છોડ જ્યાં હોય ત્યાં ઘણાં દોષ પોતે જ સમાપ્ત થઈ જાય છે. તુલસીનો છોડ વાતાવરણને શુદ્ધ રાખે છે. તેથી ઘરમાં તુલસીનો છોડ જરૂર રાખશો. આવો જાણીએ વાસ્તુ મુજબ તુલસીના ફાયદા વિશે.
જો તમારો બિઝનેસ સારો ના ચાલી રહ્યો હોય તો તમે પૂર્ણિમાના દિવસે તુલસીને કાચું દૂધ ચઢાવો. આથી તમારા ઘરમાં બરકત થશે અને ધંધામાં આવી રહેલી બાધા પણ દૂર થશે.
જો પરિવારમાં ઝઘડા થતાં હોય, પરિવારના સદસ્યો એકબીજા સાથે બોલવાનું પસંદ ના કરતાં હોય તો ઘરમાં રસોડા પાસે તુલસી રાખો. આવું કરવાથી પરિવારના સદસ્યોમાં એકબીજા પ્રત્યે પ્રેમ વધશે અને ઝઘડાઓ પૂરા થશે.
જો ઘરનાં બાળકો માતા-પિતાનું કહ્યું ના માનતા હોય તો પૂર્વ દિશામાં બારી પાસે તુલસીનો છોડ રાખો. આનાથી બાળકો માતા-પિતાનું કહ્યું માનતા થશે.
જો ઘરમાં લગ્નલાયક કુંવારી દીકરી હોય અને તેના લગ્નમાં કોઈ મુશ્કેલી આવતી હોય તો તેનો ઉપાય પણ તુલસીથી થઈ શકે છે. દક્ષિણ-પૂર્વમાં તુલસીને રાખી દરરોજ જળ અર્પણ કરવાથી કન્યાના લગ્ન જલ્દી થાય છે.
જો તમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ પરેશાની હોય તો પૂર્વ દિશામાં લાગેલી તુલસીનાં પાનને પૂર્વની તરફ મુખ રાખીને ખાવાથી તમને ઘણા રોગોથી રાહત મળી શકે છે.