પંજાના સંગરૂર જિલ્લાના કાકૂવાલા ગામમાં એક એવો મામલો સામે આવ્યો, જેના વિશે જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. પ્રેમમાં આંધળી થયેલી નાની બહેને જીજાજી સાથે અનૈતિક સંબંધો બનાવ્યા અને પછી મોટી બહેનની મોતનું કારણ બની ગઈ. જાણકારી અનુસાર કાકૂવાલા ગામમાં 28 વર્ષની પરિણીતા કમલજીતનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ ગયું.
સાસરિયા તરફથી તેને આત્મહત્યાનો મામલો ગણાવવામાં આવ્યો, અને કહેવામાં આવ્યું કે કમલજીતે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. જો કે કમલજીતના પરિવારજનોએ એ માનવાની ના પાડી દીધી. કમલજીતના ભાઈ કુલદીપ સિંહ અને તેના સાથીઓએ મામલાની જાણકારી આપતા રહ્યું કે કમલજીતના મોત માટે તેના પતિ મનજીત સિંહ, નાની બહેન ગુરપ્રીત કૌર અને સાસુ-સસરા જવાબદાર છે.
10 વર્ષ પહેલા થયા હતા લગ્ન.કુલદીપ અને તેના સાથીઓએ જણાવ્યું કે કમલજીતના લગ્ન 10 વર્ષ પહેલા ધડિયલ ગામથી કાકૂવાલમાં મનજીત સિંહ સાથે થયા હતા. પરંતુ લગ્ન બાદ જ તેને હંમેશા પરેશાન કરવામાં આવતી હતી. જેનાથી દુઃખી થઈને તે પિયર આવી ગઈ હતી. પરંતુ પંચાયત તરફથી કમલજીતને સાસરે મોકલી દેવામાં આવી હતી.
સાળીના હતા જીજાજી સાથે આડા સંબંધો.કુલદીપે કહ્યું કે નાની બહેન ગુરપ્રીતના કમલજીતના પતિ મનજીત સાથે આડા સંબંધો હતો. તે જબરદસ્તી તેના ઘરે જઈને રહેતી હતી. જેથી ઘરમાં ઝઘડા થતા હતા. આ મામલાને લઈને પંચાયત પણ બેસતી રહી. આ દરમિયાન મનજીતે પોતાની સાળીને પોતાની સાથે રાખવા પર ભાર મુક્યો. આખરે પંચાયતે કેટલા મહીના પહેલા જ કમલજીત કૌર સાથે ગુરપ્રીતને પણ મનજીત સિંહ સાથે રહેવાની મંજૂરી આપી દીધી હતી. હવે મનજીત સિંહ સાળી અને પત્ની બંને સાથે રહેતો હતો. જે પત્ની કમલજીતને નહોતું ગમતું.
ભાઈએ આરોપ લગાવ્યો કે પ્રેમમાં આડી આવી રહેલી બહેનના સાળી અને જીજાજીએ મળીને રસ્તામાંથી હટાવી દીધી. તો દિડબા પોલીસ સ્ટેશનના અધિકારીઓ જણાવ્યું કે મૃતકના પરિવારના નિવેદનના આધારે 306, 34 આઈ પી સી અંતર્ગત ફરિયાદ લેવામાં આવી છે. મૃતકનું પોસ્ટ મોર્ટમ કરી લાશ વારસને સોંપવામાં આવી છે. જો કે રિપોર્ટમાં મોત ફાંસીના કારણે થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ સ્ટેશનના પ્રમુખે જણાવ્યું કે આરોપીઓને જલ્દી જ દબોચી લેવામાં આવશે.