તું થોડાક દિવસ આરામ કર તેમ કહી, પતિ સગર્ભા પત્નીને મૂકી પલાયન

GUJARAT

મહેમદાવાદના કનીજમાં રહેતી યુવતીના લગ્ન અમદાવાદના જેતલપુરમાં રહેતા હાર્દિક પટેલ સાથે ગત ફેબ્રુઆરી 2020માં થયા હતા.

જોકે લગ્નના આઠેક બાદ સાસરિયાએ નાની નાની બાબતોમાં પરિણીતાનો વાંક કાઢી તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તારા પિતાએ કરિયાવરમાં કઈ આપ્યું નથી, સમાજમાં મોભા પ્રમાણે કઈ આપ્યું નથી, કોઈ વ્યવહાર કર્યો નથી તેમ કહી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

ગત ઓગસ્ટમાં રક્ષાબંધનના દિવસે પતિ ગર્ભવતી પત્નીને પિયર મૂકી, તું થોડાક દિવસ આરામ કર તેમ કહી ચાલ્યો ગયો હતો. બાદમાં અમે તમારી દીકરીને તેડી જવાના નથી, તમારાથી થાય તે કરી લેજો, અમે અમારા દીકરા મારે બીજી છોકરી લાવીશું તેમ પિયરપક્ષને જવાબ આપતા આ મામલે પરણિતાએ સાસરિયા હાર્દિક પટેલ, રજનીકાંત પટેલ, ધીમેશ પટેલ, ભાવિકા પટેલ, જયેશ પટેલ, સ્મિતા પટેલ વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published.