માત્ર 13 વર્ષની બાળકીએ ગોલ્ડ મેડલ જીતી ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો, ચારેકોર ચર્ચા

WORLD

ઓલિમ્પિકમાં પહેલી વખત સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગનો મુકાબલો થઇ રહ્યો હતો. કોઇ માનશે કે આ રમતમાં જે બે ખેલાડી સર્વશ્રેષ્ઠ સાબિત થયા છે તેમની ઉંમર 14 વર્ષથી પણ ઓછી છે. 13 વર્ષ 330 દિવસની મોમિજી નિશિયાએ પોતાના ઘરમાં જ યોજાયેલ ઓલિમ્પિક રમતમાં ગોલ્ડ જીત્યો છે. બ્રાઝીલની રેસા લીલ પણ 13 વર્ષની છે. જેણે સિલ્વર મેડલ મળ્યો છે. લીલ ભલે ગોલ્ડ ના જીતી પરંતુ છેલ્લાં 85 વર્ષની સૌથી યુવા મેડલિસ્ટ બની ગઇ છે. આ બંને ધુઆંધાર ખેલાડીઓએ છેલ્લા મુકાબલાથી પહેલાં જ ટોક્યો ઓલિમ્પિકમાં ધૂમ મચાવી દીધી. ત્રીજા નંબર પર રહેલ નયાકામા ફૂનાની ઉંમર પણ 16 વર્ષ છે.

ઓલિમ્પિકમાં પહેલી વખત થઇ રહ્યું છે સ્કેટબોર્ડિંગ

સ્કેટબોર્ડિંગ એ ચાર રમતોમાંથી એક છે જે ટોક્યોમાં પહેલી વખત ઓલિમ્પિકનો હિસ્સો બની રહ્યા છે. આ સિવાય સર્ફિંગ, સ્પોર્ટ કલાઇમિં અને કરાટેને પણ ઓલિમ્પિકમાં સામેલ કરાઇ છે. હેતુ ઓલિમ્પિકના યુવા દર્શકો સુધી પહોંચવાનો છે. પોડિયમ પર જે ત્રણ છોકરીઓ હાજર હતી તેમાંથી બેની ઉંમર 13 વર્ષ અને એકની 16 વર્ષ હતી. કેટલાંક જાણકાર તો તેને ઓલિમ્પિકના સૌથી યુવા પોડિયમ સુદ્ધાં કહી રહ્યા છે.

13 વર્ષની ઉંમરમાં ગોલ્ડ…કમાલ

નિશિયા આ વર્ષે રોમમાં યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં સિલ્વર મેડલ જીતી હતી. હવે તેને રમતનો સૌથી ઊંચો મુકામ સ્પર્શ કરી લીધો છે. ઓલિમ્પિકમાં સ્કેટબોર્ડિંગને સામેલ કરવાનો નિર્ણય નવી પેઢી માટે એક સારી તક બનશે, આવું કોઇએ વિચાર્યું નહોતું.

એ પળ જ્યારે નિશિયાએ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો

બીજા નંબર પર રહી રેસા પણ કંઇ કમ નથી

તસવીરમાં ડાબી બાજુ દેખાય છે તે ખેલાડીનું નામ રેસા લીલ છે. તે માત્ર બ્રાઝિલ જ નહીં પરંતુ આખા ઓલિમ્પિકની રમતમાં સૌથી નાની ઉંમરની મેડલિસ્ટ બની ચૂકી છે. તેણે 14.64ના સ્કોરની સાથે સિલ્વર મેડલ જીત્યો. મેચ બાદ તેણે જબરદસ્ત ખેલ ભાવના દેખાડી તેની એક ઝલક ઉપરની તસવીરમાં મળી છે.

ફાઇનલના અડધા ખેલાડી 16થી ઓછી ઉંમરના

સ્કેટબોર્ડિંગની ફાઇનલમાં જે 8 ખેલાડી પહોંચ્યા તેમાંથી ચારની ઉંમર 16 વર્ષથી ઓછી હતી. નિશિયા અને રેસાની ઉંમર 13 વર્ષની હતી. સૌથી વધુ ઉંમરની ફાઇનલિસ્ટ હતી 34 વર્ષની અલેક્સિસ સબલોન. આગળની ફાઇનલિસ્ટ તેના કરતાં 12 વર્ષ નાની હતી. અંતમાં સબલોન ચોથા નંબર પર રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *