તો આ કારણે પુરૂષોને નફરત કરવા લાગી હતી બબીતા જી, આજે પણ અભિનેત્રીને આ વાતનો લાગે ડર

GUJARAT

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર એટલું લોકપ્રિય છે કે સિરિયલમાં ભજવેલા પાત્રોમાંથી કલાકારોને તેમના વાસ્તવિક નામોના બદલે પ્રેક્ષકો તે નામથી વધુ જાણે છે સિરિયલમાં આવું જ એક પાત્ર છે બબીતા ​​અય્યર. લોકો તેને બબીતા ​​જી ના નામથી ઓળખે છે. બબીતા ​​જીનું અસલી નામ મુનમુન દત્તા છે. હાલ અભિનેત્રી વિવાદોથી ઘેરાયેલી છે.

મુનમુન દત્તા વિરુદ્ધ કોઈ ખાસ જાતિ અંગે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.

તેમના પર એસ.સી.-એસ.ટી. એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં તેની વિરુદ્ધની કાર્યવાહીને અદાલતે થોડા સમય માટે સ્થગિત કરી દીધી છે. સોશિયલ મીડિયા દ્વારા મુનમુન દત્તાએ કરેલી કથિત જાતિવાદી ટિપ્પણી બાદ દેશના ઘણા રાજ્યોમાં નોંધાયેલા કેસો એક જગ્યાએ સ્થાનાંતરિત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે
મુનમુન દત્તા કોણ છે

બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તાનો જન્મ 28 સપ્ટેમ્બર 1987 ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો. વર્ષ 2004 માં, તેણે ઝીટીવી સીરિયલ ‘હમ સબ બારાતી’થી ડેબ્યૂ કર્યુ હતુ. મુનમુન દત્તાની કમલ હાસન સાથેની પહેલી ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ 2006 માં ‘હોલીડે’માં જોવા મળી હતી. જોકે તેને શો તારક મહેતાથી જ લોકપ્રિયતા મળી હતી.

આ ઘટના પહેલા પણ મુનમુન વિવાદોમાં રહી ચુકી છે. અરમાન કોહલી સાથેના સંબંધોમાં તીરાડ અને લડાઇને કારણે મુનમુન ચર્ચામાં છવાઇ હતી. વર્ષ 2008 માં મુનમુનનો અફેર અરમાન કોહલી સાથે હતો અને થોડા દિવસો પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. અરમાનનો ગુસ્સો અને આક્રમક સ્વભાવ એમના બ્રેકઅપનું કારણ હોવાનું કહેવાય છે.

વેલેન્ટાઇન ડેના દિવસે જ મુનમુનને અરમાને માર માર્યો હતો આ કારણે અભિનેત્રી પુરૂષોને નફરત કરતી થઇ હતી. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. મુનમુન તેના બેબાક સ્વભાવથી લોકપ્રિય છે. મુનમુને કહ્યુ હતુ કે દરેક સ્ત્રી ક્યારેકને ક્યારેક તો જાતીય સતામણીનો ભોગ બને જ છે. નાનપણમાં મુનમુનને તેના એક નજીકના અંકલે ખરાબ વર્તન કર્યુ હતુ જે આજીવન યાદ રહ્યુ.

Leave a Reply

Your email address will not be published.