…તો આ કારણથી ભક્તો ભગવાન શિવના મંદિરમાં નંદીના કાનમાં કહે છે મનોકામના, જાણો રસપ્રદ વાત

DHARMIK

જ્યારે પણ આપણે શિવ મંદિર જઇએ છીએ તો ખાસ કરીને જોઇએ છીએ કે કેટલાક લોકો શિવલિંગની સામે બેઠેલા નંદીના કાનમાં તેમની મનોકામના કહે છે. આ એક પરંપરા બની ગઇ છે. આ પરંપરા પાછળનું કારણ એક માન્યતા છે. આજે અમે તમને તે અંગે જણાવવા જઇ રહ્યા છીએ કે આખરે કેમ નંદીના કાનમાં બોલવામાં આવે છે.

માન્યતા છે કે જ્યાં પણ શિવ મંદિર હોય છે ત્યાં નંદીની સ્થાપના પણ જરૂર કરવામાં આવે છે. કારણકે નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ શિવ મંદિરમાં જાય છે તો તે નંદીના કાનમાં તેમની મનોકામના કહે છે. તેની પાછળ માન્યતા છે કે ભગવાન શિવ તપસ્વી છે અને તે હંમેશા સમાધિમાં રહે છે. એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઇ વિધ્ન ન આવે. જેથી નંદી જ આપણી મનોકામના શિવજી સુધી પહોંચાડે છે. આ માન્યતાને લઇને લોકો નંદીને મનોકામના કહે છે.

શિલાદ નામના એક મુનિ હતા જે બ્રહ્મચારી હતા વંશ સમાપ્ત થતા તેમમે પિતૃઓને તેમના સંતાન ઉત્પન્ન કરવા માટે કહ્યું શિલાન મુનિએ સંતાન ભગવાન શિવને પ્રસન્ન કરી અયોનિજ અને મૃત્યુહીન પુત્ર માંગ્યા. ભગવાન શિવે શિલાદ મુનિને આ વરદાન આપી દીધા એક દિવસ જ્યારે શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેમણે એક બાળક મળ્યું, શિલાદે તેનું નામ નંદી રાખ્યું એક દિવસ મિત્રા અને વરુણ નામના બે મુનિ શિલાદના આશ્રમમાં આવ્યા.

તેમણે કહ્યું કે નંદીની ટૂંકી ઉંમર છે. આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યા પ્રસન્ન થઇ ભગવાન શિવ પ્રકટ થયા અને કહ્યું કે તુ મારો જ અંશ છે. જેથી તને મૃત્યુથી ભય કેવીરીતે હોય શકે ? એવું કહી ભગવાન શિવે નંદીએ તેમનો ગણાધ્યક્ષ પણ બનાવ્યો.

Leave a Reply

Your email address will not be published.