તમારા ઘરમાં બીજાને ક્યારેય ન કરવા દો આ કામ, થઇ જશો કંગાળ થશે મોટુ નુકસાન

GUJARAT

એક સરખા દિવસ ક્યારેય કોઇના હોતા નથી. પડતી – ચડતી તો સતત ચાલ્યા જ કરે મુશ્કેલીના સમયમાં રસ્તો કાઢવા માટે જો તમારી પાસે હિમ્મત હશે તો ગમે તેવી સમસ્યા તમારી આસપાસ ફરકી શકશે નહી. પરિસ્થિતિઓને અનુકુળ બનાવવા મહેનત કરતા રહેવુ જોઇએ સાથે સાથે ભાગ્યનો સાથ મળે તે પણ એટલુ જ જરૂરી છે.

ભાગ્યનો સાથ (Luck)ન હોય તો આના કારણે જીવનમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો રહે છે. જે કાર્ય હાથમાં લો તે અધુરૂ જ રહી જાય છે. દરિદ્રતા ઘેરી લે છે. કેટલાક કાર્યો ક્યારેય ન કરવા જોઇએ શાસ્ત્રોક્તમાં તેને નિષેધ ગણાવ્યુ છે.

જો કોઈ બહારની વ્યક્તિ તમારા ઘરમાં આવીને નખ કાપે તો મુશ્કેલીઓનો (Difficulties) સામનો કરવો પડે છે. તેથી બીજા લોકોને ક્યારેય ભૂલથી પણ નખ તમારા ઘરમાં કાપવા દેશો નહીં. એવું માનવામાં આવે છે કે આ તમારા ઘરે રોગ અને ગરીબી લાવે છે.

જો તમારા કોઈ સગા અથવા પડોશીઓ વગેરે તેમના પગરખાં, ચપ્પલ અને કપડાં વગેરે ઉપયોગમાં લીધેલી વસ્તુઓ તમારે ત્યાં રાખી દે તો તેની સાથે નેગેટિવ એનર્જી (Negative energy)તમારે ત્યાં આવે છે. તો જલ્દીથી કપડાં અથવા પગરખાં તમારે ત્યાં રાખશો નહી. આ તમામ વસ્તુઓ નકારાત્મક એનર્જીનું કારણ બને છે. આ સિવાય પણ ઘણી બધી સમસ્યાઓ તમને ઘેરી લેવાનું શરૂ કરે છે.

શયન કક્ષમાં ક્યારેય બીજાની વસ્તુઓ ન મુકવી તેમજ તમારી પથારી પર કોઇ બીજાને સુવા ન દેશો. કહેવાય છે કે પથારીનો કોઇ ઉપયોગ કરે તો પતિ-પત્નીના સંબંધોમાં કડવાશ આવે છે. દામ્પત્યજીવનમાં મુશ્કેલીઓ આવે છે. જો તમારા શયનકક્ષમાં કોઇ બીજી વ્યક્તિ પ્રણય સંબંધ બનાવે તો આને ખુબજ અશુભ માનવામાં આવે છે. આવા ઘરમાંથી લક્ષ્મીજી કાયમ માટે દૂર થાય છે.

ઘરમાં ખોટી પડેલી પસ્તી, ભંગાર, નકામી વસ્તુઓ સંગ્રહી ન રાખશો કેમકે આનાથી ઘરમાં ગરીબી આવે છે, પથારી પર કોઇ ભારે કે વજનદાર વસ્તુઓ ન મુકશો તેનાથી ભાર વધે છે.

Leave a Reply

Your email address will not be published.