ઇન્ડિયન આઇડલ 12: ફિનાલેમાં સામેલ નહીં થાય નેહા કક્કડ? સામે આવ્યું શો માંથી ગાયબ થવાનું કારણ

Uncategorized

બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝની મોસ્ટ અમેઝિંગ અને પોપ્યુલર સિંગર નેહા કક્કડ છેલ્લાં કેટલાંય વર્ષોથી સિંગિંગ રિયાલટી શો ઇન્ડિન આઇડલને જજ કરી રહી છે. ઇન્ડિયન આઇડલ 12માં પણ નેહાએ જજની ખુરશી સંભાળી. પરંતુ શોની અધવચ્ચેથી તે ગાયબ થઇ ગઇ. નેહાની જગ્યાએ હવે શોમાં તેની બહેન સોનુ કક્કડ જજ બનીને કંટેસ્ટેંટસનો જુસ્સો વધારી રહી છે.

ટીવીનો સૌથી મોટો સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ પોતાના ફિનાલેની તરફ આગળ વધી રહ્યો છે. ફિનાલેની ડેટ સામે આવ્યા બાદ ફેન્સ અંદાજો લગાવી રહ્યા હતા કે નેહા ફિનાલે એપિસોડમાં દેખાય શકે છે. જો કે હવે આ અંગે એક મોટી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર નેહા કક્કડ ઇન્ડિયન આઇડલ 12માં હવે દેખાશે નહીં અને ના તો ફિનાલે એપિસોડમાં સામેલ થશે.

ઇન્ડિયન આઇડલ 12થી કેમ દૂર થઇ નેહા?

સૂત્રોએ કહ્યું કે નેહા છેલ્લાં કેટલીક સીઝન્સથી ઇન્ડિયન આઇડલ શોને જજ કરી રહી છે અને હવે તે બ્રેક લેવા માંગે છે. કેટલાંય વર્ષોથી તે તનતોડ મહેનત કરી રહી છે અને ઘણું બધું મેળવી લીધું છે. પરંતુ હવે નેહા પોતાના પતિ રોહનપ્રીત સાથે કેટલોક ક્વોલિટી ટાઇમ પસાર કરવા માંગે છે. આ એક મોટું કારણ છે તેના લીધે ઇન્ડિયન આઇડલ 12 શો જજ કરી રહી નથી. તેની જગ્યાએ શો સોનુ કક્ડ આવી છે અને હવે તે અંત સુધી રહેશે.

જો કે આ અંગે મેકર્સ કે નેહાની તરફથી કોઇ કન્ફર્મેશન આવ્યું નથી. નેહાના ઇંસ્ટાગ્રામને જોઇને તો એવું લાગી રહ્યું છે કે હાલ તે પોતાના પતિ સાથે એન્જોય કરી રહી છે. આપને જણાવી દઇએ કે રોહનપ્રીત સાથે ઑક્ટોબર 2020માં લગ્ન કર્યા હતા.

આ સેલેબ્સ શો ને કરી રહ્યા છે જજ

ઇન્ડિયન આઇડલ શો ને હાલ હિમેશ રેશમિયા, સોનુ કક્ડ, અનુ મલિક જજ કરી રહ્યા છે. જ્યારે આદિત્ય નારાયણ શો નો હોસ્ટ છે. શોમાં દર સપ્તાહે બોલિવુડની દિગ્ગજ હસ્તીઓ ગેસ્ટ તરીકે આવે છે અને કંટેસ્ટેંસનો જુસ્સો વધારે છે. હવે જોવાનું એ રહેશે કે આ વર્ષે કયું કંટેંસ્ટેંટ બાજી મારીને ટ્રોફી પોતાના નામે કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *