પ્રશ્ન : મારા પતિ બહુ બોરિંગ છે આના કારણે મને મારું જીવન બીબાઢાળ બની ગયું છે. મારા લગ્નજીવનમાંથી રોમાન્સની બાદબાકી થઇ ગઇ છે. હું મારા લગ્નજીવનને કઇ રીતે રોમાન્સના રંગ ભરી શકું છું?
એક મહિલા (સુરત)
ઉત્તર : દરેક છોકરી ઈચ્છતી હોય છે કે તેનો પતિ તેને બહુ પ્રેમ કરે, પણ ઝડપી ગતિશીલ જીવનમાં માણસ એટલો થાક અનુભવે છે કે હવે તે પ્રેમ બતાવવાની સ્થિતિમાં નથી. જો તમારા પતિ પણ કંટાળાજનક છે, તો કેટલીક ખાસ ટિપ્સ અજમાવી તમે તમારા લગ્નજીવનમાં રોમાન્સનો રંગ ભરી શકો છો. ચુંબન કરવાનો મતલબ છે તમારી લાગણીઓને વ્યક્ત કરવી.
તમારા પતિને કોઈ કારણ વગર કિસ કરો. એવું કરવાથી તમને પણ કેટલાક દિવસોમાં જ રિપ્લાય કિસ પણ મળવાની ચાલુ થઈ જશે. પોતાના જીવનને બોરિંગ અથવા તો એક્સાઇટેડ કરવાનું તમારા હાથમાં છે. તમારા પતિની પસંદની કોઈ ડિશ બનાવીને તેને પોતાના હાથે ખવડાવો.
સજીધજીને કેન્ડલ લાઈટ ડિનર પણ તમે તમારા ઘરમાંજ પ્લાન કરી શકો છો. બહાર ડિનર પર રોમાંસ આગળ વધારવો થોડો મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ ઘર પર આ સંભવ છે. આટલું કરવાથી તમારી સમસ્યાનો અંત આવશે.
પ્રશ્ન : હું કોલેજના પહેલા વર્ષમાં ભણું છું. મને એવું લાગે છે કે મારી સાથે ભણતી એક યુવતી મને ચાહતી હોય એમ લાગે છે. જો કોઇ યુવતીને મારામાં રસ હોય તો મને કઇ રીતે આ વાતની ખબર પડે?
એક યુવક (રાજકોટ)
ઉત્તર : જ્યારે કોઇ યુવતી અને યુવક એકબીજાને પસંદ કરે છે ત્યારે તેઓ પોતાની લાગણી સામા પાત્ર સુધી પહોંચે એ માટે કેટલીક ખાસ વર્તણૂંક કે ઇશારા કરતા હોય છે. ખાસ વાત તો એ છે કે યુવતીઓ પણ યુવકની જેમ જ ફ્લર્ટ કરી છે. જ્યારે કોઇ યુવતી ફ્લર્ટ કરે છે
ત્યારે તેની આંખો પણ ઘણું બધું કહે છે. જો વાત કરતાં કરતાં તે પોતાની પલકોને ઝુકાવી લેતી હોય છે તો આ સિગ્નલ છે કે તેના દિલમાં તમારા માટે કંઈક ખાસ છે. જ્યારે છોકરી કોઈની સાથે ફ્લર્ટ કરે છે ત્યારે તે પ્રિય પાત્ર સામે પોતાનું સ્મિત છૂપાવવામાં અસમર્થ હોય છે. દરેક વખતે જ્યારે તમે તેમને આવો ત્યારે, તેમના ચહેરા પર આવતું સ્મિત બધું જ કહે છે. જે મહિલાઓ ફ્લર્ટિંગમાં નિષ્ણાંત છે
તે પણ તેમના અવાજનો સારો ઉપયોગ કરે છે. તે પોતાના અવાજને એવી રીતે મોડ્યુલેટ કરે છે કે તેનાથી આકર્ષણ વધે છે. જો કોઇ છોકરી તમને પસંદ કરતી હોય તો એ જેવી તમારી સામે આવે કે તરત તેનાં કપડાંને ઠીક કરવાનું શરૂ કરે છે. જો કોઇ છોકરી તમારી સામે આવી વર્તણૂંક કરતી હોય તો તે તમને પસંદ કરે છે.