PM મોદીએ ફરી એકવાર દુનિયામાં ફરી એકવખત પોતાની લોકપ્રિયતા બતાવી છે. ટાઈમ મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવેલા 2021ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાન મળ્યું છે. પીએમ મોદી ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાને પણ સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
બુધવારે ટાઇમે તેની 2021ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે. નેતાઓની આ વૈશ્વિક યાદીમાં યુએસ પ્રમુખ જો બાયડન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેગન અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સમાવેશ થયો છે.
આ યાદીમાં એક નામ આતંકવાદી સંગઠન તાલિબાનનો રાજકીય ચહેરો મુલ્લા અબ્દુલ ગની બરાદારનું પણ છે. આ સિવાય એલન મસ્કનું નામ પણ ઇનોવેટર્સમાં સામેલ છે. તો સાથે સાથે રશિયામાં પકડાયેલા પુતિન વિરોધી કાર્યકર એલેક્સી નાવલ્ની અને ગાયક બ્રિટની સ્પીયર્સને પ્રભાવશાળી લોકોની આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.