ટીમ ઇન્ડિયાના આ ખેલાડીના દાદાની લાશ સાબરમતી નદીમાંથી મળી હતી

nation

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ધૂમ મચાવી રહેલા જસપ્રિત બુમરાહનું અંગત જીવન એટલું સરળ નથી. જસપ્રીત બુમરાહ પોતાના માતા અને પરિવારજનો સાથે અમદાવાદમાં રહે છે. તેના પિતાનું નિધન ત્યારે થઇ ગયુ જ્યારે તે માત્ર 7 વર્ષનો હતો. બુમરાહનાં દાદાજી સંતોક સિંહ બુમરાહ ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લામાં રહેતા હતાં અને તેઓ ઓટો રિક્સા ચલાવતા હતાં. અને તેઓ ભાડાના મકાનમાં રહેતા હતાં.

ક્યારેક ગુજરાતનાં અમદાવાદમાં વટવા ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં બુમરાહના દાદાજી સંતોક સિંહનો જલવો હતો અને તેઓ મોંઘી કારો અને પ્લેનમાં પ્રવાસ કરતા હતાં. અમદાવાદમાં તેમની ત્રણ ફેક્ટરીઓ, જેકે ઇન્ડસ્ટ્રીયલ, જેકે મશીનરી ઇકોમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને જેકે ઇકોમેન્ટ હતી. આ સિવાય તેમની બે બહેનો કંસર્ટ ગુરૂનાનર એંજીનિયરિંગ વર્ક્સ અને અજીત ફેબ્રીકેશન પણ હતી.

તમામ વેપારધંધો જસપ્રીત બુમરાહના પિતા જસવીર સિંહ સંભાળતા હતા. વર્ષ 2001માં જસપ્રીતનાં પિતા તથા પોતાના પુત્રની બીમારીની મોતથી સંતોક સિંહ તૂટી ગયા હતા અને ફેક્ટરીઓ પણ આર્થિક સંકટમાં આવી ગઇ હતી. જેના પછી બુમરાહની માતા પારિવારિત મુશ્કેલીઓ વચ્ચે ઘરથી અલગ થઇ ગઇ. આજે જસપ્રીત બુમરાહ દેશનો મોટો ક્રિકેટર બની ગયો છે.

ડિસેમ્બર 2017માં જસપ્રિત બુમરાહના દાદાનો અમદાવાદ સાબરમતી નદીમાંથી મૃતદેહ મળ્યો હતો. સાબરમતી ગાંધી બ્રિજ પાસેથી સંતોકસિંહ બુમરાહનો મૃતદેહ મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદાને ક્રિકેટર પૌત્રને મળવા દેવાની અને તેનો મોબાઇલ નંબર આપવાના ના પાડતા તેમને મનમાં લાગી આવ્યું હતુ. જેથી તેઓ અમદાવાદમાં ગુમ થયાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી. આ અંગે વસ્ત્રાપુરમાં રહેતી તેમની પુત્રીએ ફરિયાદ નોધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ બે દિવસ બાદ તેમની લાશ મળી આવી હતી.

બુમરાહ સફળ ક્રિકેટર

બુમરાહની કાકીએ દાવો કર્યો હતો કે, બુમરાહની માતાએ તેના પિતાને તેના પૌત્રને મળવા દીધા. તમને જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહના દાદાનો મૃતદેહ મળ્યો તે સમયે બુમરાહ ધર્મશાળામાં ટીમ ઈન્ડિયા માટે મેચ રમી રહ્યો હતો. બુમરાહે 2016 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને તેની છેલ્લી ઓવરોમાં સતત યોર્કર ફેંકવાની ક્ષમતાને કારણે તે ટૂંક સમયમાં જ ભારતીય ટીમનો મુખ્ય બોલર બની ગયો હતો અને ત્યારથી તેણે પાછળ વળીને જોયું નથી.

Leave a Reply

Your email address will not be published.