ટીમ ઇન્ડિયાની સતત હાર, યુવરાજ સિંહે કહ્યું- હું ફરીથી મેદાનમાં આવીશ

GUJARAT

યુવરાજ સિંહે વર્ષ 2019માં એક પ્રેસ કોન્ફરન્સ કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી હતી. ડાબા હાથના આ ખેલાડીએ સીમિત ઓવરોના ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર માનવામાં આવે છે. તેની બેટિંગ શાનદાર હતી અને બોલિંગમાં પણ તે ખુબ જ ઉપયોગી ખેલાડી હતો. જોકે યુવરાજના કરિયરનો ગોલ્ડન ટાઇમ પસાર તઇ ગયો છે પરંતુ તેના ફેન્સનું માનવું છે કે, તે હજુ પણ સંન્યાસથી વારસી કરી શકે છે.

જોકે યુવરાજ સિંહના ફેન્સ રિટાયરમેન્ટ બાદ તેને ટીમ ઇન્ડિયાની બ્લૂ જર્સીમાં જોઇ શક્યા નથી પરંતુ તે બીસીસીઆઇની પરવાનગીથી દુનિયાભરની લીગ ક્રિકેટ રમે છે. આ સાથે જ યુવરાજ આ વર્ષે રોડ સેફ્ટી સિરીઝમાં પણ રમતા નજર આવ્યો હતો. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, યુવરાજ સિંહ ક્રિકેટમાં વાપસી માટે તૈયાર છે.

39 વર્ષીય યુવરાજે ઇન્સ્ટાગ્રામ પર ધમાકેદાર પોસ્ટ કરી છે. તેણે જણાવ્યું છે કે તે આગામી વર્ષે ક્રિકેટમાં વાપસી કરશે.

યુવરાજે લખ્યું,‘ઇશ્વર તમારૂ ભાગ્ય નક્કી કરે છે!! લોકોની માગ પર હું પિચ પર આવીશ કદાચ ફેબ્રુઆરીમાં! આના જેવી કોઇ અન્ય ફિલિંગ નથી! તમામ લોકોના પ્રેમ અને દુવાઓ માટે આભાર. આ મારા માટે ખુબ જ મહત્ત્વનું છે. ભારતીય ટીમને સપોર્ટ કરતા રહો આ આપણી ટીમ છે. અને અસલી ફેન્સ મુશ્કેલ સમયમાં ટીમ માટે પોતાનો સપોર્ટ દેખાડે છે.

જોકે યુવરાજની પોસ્ટથી એ સાફ નથી થતું કે, શું તે ભારતીય ટીમમાં વાપસીની વાત કરે છે કે ટી-20 લીગની. એ પણ સંભવ છે કે, તે રોડ સેફ્ટી સિરીઝની વાત કરી રહ્યો હોય. જોકે તે જાણવા માટે તમારે ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે.

Leave a Reply

Your email address will not be published.