થરાદની સગીરાને સુરતના યુવક સાથે FB પર થયો પ્રેમ, ખેતરમાં માણી રહ્યા હતા શરીરસુખ ને પછી…..

GUJARAT

થરાદ પંથકની સગીરાને ફેસબુક ઉપર પ્રેમ થતા સુરતથી આવેલા યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ખેડૂત બન્નેને જોઈ જતા ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર મામલે સગીરાની કડક પૂછપરછમાં દુષ્કર્મ આચર્યાની કબૂલાત કરી. થરાદ પોલીસે યુવક સામે પોસ્કો અને દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, થરાદ પંથકની સગીરાને ફેસબૂક પર સુરતના યુવક સાથે પરિચય થયો હતો અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. દરમિયાન યુવક સગીર પ્રેમિકાને મળવા થરાદ પહોંચી ગયો હતો. અહીં તેણે ખેતરમાં સગીરા સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, બંનેને ખેડૂત જોઈ ગયા હતા. આથી ખેડૂતો શાળાના શિક્ષકને જાણ કરી દીધી હતી.

આ અંગે શિક્ષકે સગીરાના પિતાને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. જેથી સગીરાની પૂછપરછ કરતાં તેણે મૂળ મધ્યપ્રદેશના અને સુરત રહેતા યુવક સાથે ફેસબૂક પર પરચિયત થયો હોવાનું જણાવ્યું હતું. બંનેએ મોબાઇલ નંબરની આપલે કરતાં વોટ્સએપ અને ફોનથી વાત શરૂ કરી હતી. જેથી બંનેને પ્રેમ થઈ ગયો હતો. દરમિયાન ગત 19મી જાન્યુઆરીએ યુવક સગીરાને મળવા તેના ગામના પાટીયા પાસે આવી ગયો હતો.

આ પછી બંને નજીકના રાયડાના ખેતરમાં ગયા હતા અને અહીં વાતો કરી હતી. આ સમયે યુવકે સગીરા સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. જોકે, ખેતરવાળા ખેડૂત જોઈ જતાં સગીરા ત્યાંથી જતી રહી હતી, ત્યારે યુવક પકડાઇ ગયો હતો. આ પછી પરિવારે યુવક સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.