થરાદનાં બે બાળકોને બચાવવા 32 કરોડના ઇન્જેક્શનની જરૂર

GUJARAT

મૂળ થરાદ અને વડોદરામાં રહેતા દંપતીના બે જોડકાં બાળકો જન્મથી SMA-1ની ગંભીર બિમારી જોવા મળી છે. આ બાળકનો સારવાર માટે રૂ.16 કરોડના 1 એક 32 કરોડના બે ઈન્જેક્શનની જરૂર છે. મુળ થરાદના અને વડોદરામાં રહેતાં કિરી પરિવારે બાળકોને બચાવવા માટે મદદ માંગી છે.

ગુજરાતમાં બાળકો ગંભીર બીમારીઓનો શિકાર બને છે

વડોદરા રહેતા મુળ થરાદના સાહિલ હરેશભાઈ કિરી અને રેશમા કિરી ( ખત્રી ) પરિવારમાં એક સાથે ત્રણ બાળકોનો જન્મ થયો હતો. જે પૈકી બે બાળકો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. શરૂઆતમાં એક બાળકીને ન્યુમોનીયાની અસર હતી. જેની સારવાર દરમિયાન ડૉકટરે ગંભીર બિમારી હોવાની શક્યતા જોતાં તેના બ્લડ રિપોર્ટ કરાવાતાં પ્રથમ કિરી અને પ્રિશા કિરી પોઝિટિવ આવ્યાં હતાં.

બે જોડકા બાળકો SMA-1 નામની ગંભીર બીમારીનો શિકાર

ગત 16 જાન્યુઆરીએ પરિવારને આ બિમારી અંગે જાણ થઇ હતી. સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફ્નિી (SMA-1) થી પિડીત 7 માસના બાળકોને બચાવવા માટે રૂ.32 કરોડના ઈન્જેક્શન માટે થરાદમાં પણ બાળકોના સગાસ્નેહી અને અગ્રણીઓ દ્વારા દાનની અપીલ કરાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.