રાજ કુંદ્રા એડલ્ટ ફિલ્મ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ દરરોજ એક નવી કડી મળી રહી છે. ક્રાઇમ બ્રાંચે ગુરુવારે રાજ કુંદ્રાની ઓફિસ પર દરોડા પાડ્યા હતા જ્યાં તેમને એક ગુપ્ત તિજોરી મળી હતી. આ તિજોરીમાંથી ઘણા કાગળો તેમની સાથે ક્રાઈમ બ્રાંચે લઇ ગયા હતા.
હવે આ કિસ્સામાં એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર બહાર આવી રહ્યા છે, એક નવો વળાંક સામે આવ્યો છે. હકીકતમાં, ગુપ્ત આલમારીમાંથી અશ્લીલ ફિલ્મોની સ્ક્રિપ્ટો અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે, જે સાબિત કરી રહ્યા છે કે રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હોવા છતાં પણ તેમની કંપની શૂટિંગ ચાલુ રાખશે. એટલું જ નહીં, આ ગુપ્ત તિજોરી શિલ્પા શેટ્ટીની સમસ્યાઓ પણ વધારી શકે છે.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ કુંદ્રાની ધરપકડ થયા પછી પણ તેમની કંપની એડલ્ટ કંન્ટેન્ટ બનાવવાની યોજના બનાવી રહી હતી. હિન્દીમાં અશ્લીલ ફિલ્મની તાજી સ્ક્રિપ્ટ કુંદ્રાના ઘરની છુપાયેલી તિજોરીમાંથી મળી આવી છે. આ સ્ક્રિપ્ટ રોમન અને દેવનાગરી એમ બંનેમાં લખેલી છે. એવી સંભાવના છે કે આ કંપની ગુપ્ત રીતે આવી સામગ્રીનું નિર્માણ કરી રહી છે. આટલું જ નહીં, શિલ્પા શેટ્ટી અને ગેહના વશિષ્ઠના હોટશોટ અને અન્ય એપ્સના કન્ટેન્ટ પોર્ન નહીં ઇરોટિક હોવાનો દાવાની તપાસ માટે જાણકારોની મદદ લેવામાં આવી રહી છે. તે બાદ સ્પષ્ટ થઇ જશે કે કન્ટેન્ટ કાયદા મુજબ કઇ શ્રેણીમાં આવે છે.
ગુપ્ત તિજોરીમાંથી મળેલા મોટાભાગના દસ્તાવેજો પર શિલ્પા શેટ્ટીએ સહી કરેલી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ મામલે શિલ્પાની ફરીથી પૂછપરછ થઈ શકે છે. તપાસમાં બહાર આવ્યું છે કે થોડા મહિના પહેલા સુધી શિલ્પા શેટ્ટી તેના પતિ કુંદ્રાની કંપની જેએલ સ્ટ્રીને પ્રમોટ કરતી હતી. આ તે કંપની છે કે જેના પર અશ્લીલ સામગ્રી બનાવવાનો આરોપ મૂકાયો છે.
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે શિલ્પાની માતા સુનંદા સુરેન્દ્ર શેટ્ટી પણ આ કંપનીમાં સપ્ટેમ્બર 2020 સુધી ડિરેક્ટર પદે હતા. તપાસ દરમિયાન ધરપકડ કરાયેલા લોકોએ કબૂલાત આપી છે કે તેની તપાસ કરવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રકારની ફાઇલો જપ્ત કરેલા બોક્સમાંથી મળી આવી છે, જેમાં નાણાકીય લેવડદેવડ અને મુખ્યત્વે ક્રિપ્ટો ચલણમાં રોકાણના પુરાવા પણ મળી આવ્યા છે. કુંદ્રાએ પણ પોલીસને આ છુપાયેલા કબાટ વિશે માહિતિ આપી ન હતી, જેના કારણે તેની શંકા વધુ ગહન બની છે.