પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. રાજે કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દેતા રાજને હજુ જેલની હવા ખાવી પડશે. શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા, જેને અશ્લીલ મૂવી બનાવવા અને એપ્સ પર અપલોડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
તાજેતરમાં જ મુંબઈની કોર્ટે રાજ અને રયાવ થરાપની જામીન અરજી નામંજૂર કરી હતી. જણાવી દઈએ કે રાજ કુંદ્રા 14 દિવસથી ન્યાયિક કસ્ટડીમાં છે અને હવે તેની જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી છે.
નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચની સામે અશ્લીલ રેકેટના મામલાનો પર્દાફાશ થયો હતો. જ્યારે ક્રાઇમ બ્રાંચને ખબર પડી કે આ કેસના તાર પ્રખ્યાત ઉદ્યોગપતિ અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સાથે સંબંધિત છે, ત્યારે તેમણે તપાસ શરૂ કરી હતી. પાંચ મહિનાની તપાસ બાદ ક્રાઇમ બ્રાંચને મજબૂત પુરાવા મળ્યા જેના આધારે રાજની ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈની ક્રાઈમ બ્રાંચ સતત આ કેસની તપાસ કરી રહી છે અને દરરોજ આ કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. મુંબઇ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે રાજ કુંદ્રાએ અશ્લીલ ફિલ્મ્સના નિર્માણ અને વેપાર દ્વારા લગભગ 1.17 કરોડની કમાણી કરી છે અને તેણે આ નાણાં ફક્ત ઓગસ્ટ 2020 થી ડિસેમ્બર 2020 ની વચ્ચે મેળવ્યા છે.
રાજ કુંદ્રા ઘણા લાંબા સમયથી તેની ધરપકડને ખોટી કહી રહ્યો હતો, પરંતુ આ દરમિયાન કોર્ટે તેમને કોઈપણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.