રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસ વધી રહ્યા છે. ત્યારે આ કેસમાં વધારો કરતો એક કિસ્સો નોંધાયો છે. જેમાં સુરતના અડાજણ વિસ્તારમાં એક સસરાની દાદાગીરી સામે આવી છે, જેમાં તે પોતાની પુત્રવધૂને બળાત્કાર કરવાની ધમકી આપી રહ્યા છે.
સસરો હેવાન બનીને પુત્રવધૂને જણાવી રહ્યો છે કે રસ્તા ઉપર ઉભી રાખી બળાત્કાર ક્યાં હોતા હૈ મેં તુજે બતાતા હું, ચલ ગાડીમે બેઠ જા… કહી ધમકી આપી હતી. પ્રેમ લગ્ન બાદ વિવાદ થતા પરિણીતાએ પતિ, સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરી છે. બીજી બાજુ પતિએ મુંબઈમાં બીજા લગ્ન કરી લીધા બાદ વિડિઓ કોલમાં અર્ધનગ્ન થઈ બદનામ કરવાની પણ ધમકી આપી હોવાની વાત જણાવી છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના અડાલજ વિસ્તારમાં પાલ રોડ પર એક પરિણીતા પોતાના ઘરે જઈ રહી હતી, ત્યારે રસ્તામાં સસરાએ પુત્રવધૂને ઊભી રાખીને ખુલ્લી ધમકી આપી હતી.
સસરાએ રસ્તા વચ્ચે પુત્રવધૂને ધમકી આપતા જણાવ્યું હતું કે, ચલ બેઠ ગાડી મેં, રેપ ક્યા હોતા હૈ, મૈં તુજે બતાતા હૂ, મારો છોકરો તને નહિ રાખે, તું મારી પાસે રહે અને તું મને ખુશ રાખ તો હું તારા બધા શોખ પૂરા કરીશ આવી ધમકી આપી હતી. આ ઘટનાને પગલે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં પતિ વિરુદ્ધ પણ મોટા આરોપ લગાવ્યા છે. પરિણીતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેનો પતિ વીડિયો કોલ કરી શર્ટ કાઢી કેટલા પૈસા જોઈએ એમ કહી 200 અને 2 હજારની નોટો ફેંકી બદનામ કરી નાખીશ, તું આત્મહત્યા કરી લઈશ, એવી ધમકી આપી હતી, જેથી બંને સામે ફરિયાદ આપી છે.