શું તમારી સાથે એવું કયારેય બન્યું છે કે તમારા પર્સમાં કરોડો રૂપિયાની કોઇ વિનિંગ લોટરી ટિકિટ હોય અને તમને તેની ખબર પણ ના હોય. પરંતુ જર્મનીમાં એક મહિલાની સાથે કંઇક આવું જ થયું છે. આ મહિલાએ લોટરીમાં 39 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 3 કરોડ 90 લાખ રૂપિયા જીત્યા હતા પરંતુ તેમને પોતાને ખબર નહોતી.
મહિલા ડ્રો ની એકલી વિનર
45 વર્ષની આ મહિલા 9 જૂનના રોજ એક ડ્રોની એકલી વિનર છે. મીડિયા રિપોર્ટસના મતે કેટલાંય સપ્તાહ સુધી લોટરીની ટિકિટ મહિલાના પર્સમાં પડી રહી પરંતુ તેને બિલકુલ અંદાજો નહોતો કે તેઓ કરોડો રૂપિયા જીતી ચૂકયા છે.
ટિકિટની કિંમત 33 મિલિયન યુરો
લોટરી અધિકારીઓએ કહ્યું કે મહિલાના પર્સમાં સપ્તાહ સુધી આ ટિકિટ પડી હી અને એ ખબર નહોતી કે તેની કિંમત 33 મિલિયન યુરો એટલે કે 39 મિલિયન અમેરિકન ડોલર છે. લોટો બેયર્ને કહ્યું કે 9મી જૂનના રોજ આ ડ્રો જીતનાર તે એકલી વિનર હતી. આ અંગે લોટરી જીતનારમ મહિલાનું કહેવું છે કે હું હેરાન છું કે હું 33 મિલિયન યુરોને બેદરકારીથી મારા પર્સમાં લઇને સપ્તાહ સુધી ફરતી રહી.
જીતની રકમથી આ કામ કરવા માંગે છે
લોટરી કંપનીનું કહેવું છે કે તેમણે સાચા જવાબ આપ્યા અને વિનર રહ્યા. 1.20 યુરોની લોટરી ટિકિટ પર તેમને રેન્ડમ નંબર પસંદ કર્યા અને પછી ફીરી ખોલવાની કોઇ યોજના પણ નહોતી. મહિલાનું કહેવું હતું કે મારા પતિ, મારી દીકરી, અને ખુદ મારા માટે આ પૂરતું છે. તેમણે કહ્યું કે આ રકમથી તેઓ એક સારું જીવન પસાર કરવા માંગે છે અને પર્યાવરણ માટે કામ કરવા માંગે છે.