મુંબઇ ક્રાઇમ બ્રાન્ચનો ધડાકો, પોર્ન રેકેટનો ભાંડાફોડ થતાં જ રાજ કુંદ્રાએ સૌથી પહેલાં કર્યું હતું આ કામ

GUJARAT

પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા ફસાતા દેખાય છે. રાજને લઇ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ એક પછી એક કેટલાંય ખુલાસા કર્યા છે. આ કેસે ફેબ્રુઆરી 2021માં તૂલ પકડવાનું શરૂ કર્યું. આ દરમ્યાન રાજ કુંદ્રાનું નામ પહેલી વખત કેસમાં સામે આવ્યું. હવે તેની સાથે જોડાયેલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસનું માનીએ તો ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફી રેકેટનો પર્દાફાશ થયો હતો આ દરમ્યાન રાજ કુંદ્રાએ તરત જ પોતાનો મોબાઇલ બદલી નાંખ્યો હતો.

રેકેટનો ભાંડાફોડ થતાં જ રાજ કુંદ્રાએ બદલી નાંખ્યો હતો ફોન

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર કેસની તપાસ બારીકાઇથી કરી રહ્યા છે. તેના માધ્યમથી તાજો ખુલાસો સામે આવ્યો છે. ફેબ્રુઆરીમાં આ રેકેટ સામે આવ્યા બાદ તરત જ રાજ કુંદ્રાએ પોતાનો ફોન બદલી નાંખ્યો હતો. તેમણે કસ્ટડીમાં લીધા બાદ આ વાતનો ખુલાસો કર્યો છે. રાજ કુંદ્રા અને રાયન થોરપેની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે ધરપકડ કરી છે. બંનેની કસ્ટડી મંગળવાર સુધી વધારી દીધી છે. આપને જણાવી દઇએ કે રિપોર્ટસ તો એમ પણ છે કે હજુ આ કેસમાં બીજી ઘણી બધી માહિતી સામે આવવાની બાકી છે. આથી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ રાજ કુંદ્રાને વધુ દિવસ માટે કસ્ટડીમાં રાખી શકે છે.

રાજની 27 જુલાઇ સુધી કસ્ટડી વધારી

રિપોર્ટસનું માનીએ તો પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રા પાસેથી ફાઇનાન્સિયલ એંગલ અને બીજા કેટલાંય ડોક્યુમેન્ટસની અંતર્ગત ઊંડી પૂછપરછ કરવાની છે. પરંતુ આ ઇન્વેસ્ટિગેશનમાં રાજ કુંદ્રા સંપૂર્ણપણે સહયોગ કરી રહ્યા નથી. કારણ કે પોલીસના મતે અત્યારે રાજ કુંદ્રા કેસમાં પોલીસને વ્યવસ્થિત મદદ કરી રહ્યા નથી આથી તેમને વધુ સમય કસ્ટડીમાં રાખવા પડી શકે છે તે હવે પોલીસ તેમના નિવેદનથી કેટલાં સંતુષ્ટ થાય છે.

રાજે પણ અરજી દાખલ કરી

આપને જણાવી દઇએ કે આ કેસમાં પોલીસની નજર રાજ કુંદ્રા અને રાયન દ્વારા ફાઇલ કરાયેલ પિટિશન પર પણ હશે. વાત એમ છે કે બંનેના મતે તેમની કોઇપણ પ્રકારની નોટિસ વગર સીધી ધરપકડ કરી લેવાઇ છે. તેને લઇ બંનેએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેના પર સુનવણી પણ મંગળવારના રોજ થશે. કેસમાં કુલ મળીને રાજ કુંદ્રા ફસાતા દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *