વરસાદ પડી રહ્યો હોય અને ભજીયા ખાવા મળી જાય તો તેની મજા જ કંઇક અલગ હોય છે. એવામા તમે અવનવા ભજીયા બનાવતા હશો. પરંતુ શુ તમે ક્યારે મેગીના ભજીયા અંગે સાંભળ્યું છે જો ના તો આજે અમે અમે તમારા માટે મેગીથી બનતા ભજીયાની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મેગીના ભજીયા. જે વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જશે.
સામગ્રી
1 પેકેટ – મેગી, 1 નંગ – મેગીનો મસાલો , 1/2 ચમચી – મકાઇનો લોટ
1 ચમચી – લાલ મરચું, 1 મોટી ચમચી – ચણાનો લોટ
સ્વાદાનુસાર- મીઠું, તળવા માટે – તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટી કડાઇમાં અડધી ચમચી તેલ ઉમેરીને મીડિયમ આંચ પર ગરમ કરી લો. જ્યારે તેલ ગરમ થઇ જાય તો તેમા ડુંગળી ઉમેરીને આછી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો. હવે ડુંગળીને એક બાઉલામાં નીકાળી લો. ત્યાર પછી એક પેનમાં પાણી ઉમેરીને તેને ગરમ કરી લો. હવે પાણી ગરમ થાય એટલે તેમા મેગી ઉમેરી લો. તે પછી તેમા મેગી મસાલો ઉમેરી લો. થોડીક વાર બાદ તેમા સાંતળેલી ડુંગળી ઉમેરી લો. જ્યારે તેમાથી પાણી બળી જાય એટલે 5 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી લો અને તૈયાર મેગીને ઠંડી થવા દો.
હવે ભજીયા બનાવવા માટે એક વાસણમાં ચણાનો લોટ, મકાઇનો લોટ, મીઠુ અને 1 ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તે પછી એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો. હવે મેગીના નાના-નાના બોલ્સ બનાવી લો. હવે તેને તૈયાર તૈયાર લોટમાં બોળીને ગરમ તેલમાં તળી લો. ભજીયા આછા બ્રાઉન રંગના થાય એટલે તેને બહાર નીકાળી લો. તૈયાર છે ગરમા ગરમ મેગીના ભજીયા.. મેગીના ભજીયાને તમે ક્રિસ્પી બનાવવા માંગતા હોવ તો તેમા સોજી પણ ઉમેરી શકો છો. ગરમા ગમર મેગીના ભજીયાને તમે કેચઅપ સાથે સર્વ કરી શકો છો.