ચહેરાના અનિચ્છનીય વાળ તમારા ચહેરાનો આખો દેખાવ બગાડી શકે છે. તેને દૂર કરવા માટે પાર્લરમાં જવાથી પણ કોઇ ફરક પડતો નથી અને ખર્ચા થાય છે અને જ્યારે તમારા રસોડામાં પડેલી કેટલીક વસ્તુઓ તમારી સમસ્યા દૂર કરી શકો છો. તો આવો જોઇએ કેટલાક ઘરેલું ઉપાય..
તમારે તમારા ચહેરા પર બ્લીચ જેવા રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ કરવાની પણ જરૂર નથી. આવી કેટલીક નાની પણ ઉપયોગી વસ્તુઓ આપણા રસોડા અને ફ્રીજમાં મળી આવે છે, તો જાણો સહેલા ઉપાય..
– આપણે બધા જાણીએ છીએ કે લીંબુ એ વિટામિન સી નો સારો સ્રોત છે અને તેનો ઉપયોગ ત્વચાની કાળાશ દૂર કરવા માટે થાય છે. તમારે ફક્ત એક વાટકીમાં થોડો લીંબુનો રસ કાઢી અને તેમાં રૂને ડૂબાડીને તમારા ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ રાખો અને પાણીથી ધોઈ લો. દરરોજ કેટલાક સમય માટે આ કરો. જો કે, તેનો ઉપયોગ કરતા પહેલા, એકવાર પેચ ટેસ્ટ સ્ક્રીન પર કરો અને જુઓ કે લીંબુના કારણે તમારી સ્ક્રીન પર બળતરા તો નથી થતા..
– જ્યારે લીંબુના રસમાં હળદર મિક્સ કરવામાં આવે છે, તે ચહેરાના વાળ લાઇટ કરવામાં ઘણી મદદ કરે છે. આ બંને વસ્તુઓ મિક્સ કરી એક પેસ્ટ બનાવો અને તેને રૂની મદદથી તમારા ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ માટે છોડી દો અને અઠવાડિયામાં બે વાર આ કરો.
– લીંબુના રસ સાથે ટામેટાંનો ઉપયોગ કરીને પેસ્ટ બનાવો, વિટામિન સીનો ભરપૂર હોય છે આ પેસ્ટ આપણા ચહેરાના વાળ આછા કરવામાં મદદ કરે છે. પેસ્ટને બ્રશથી ચહેરા પર લગાવો અને તેને 15 મિનિટ માટે રાખી મૂકો. અઠવાડિયામાં બે વાર આવું કરો.
– ચહેરાના વાળ દૂર કરતી વખતે ચણાનો લોટ ખૂબ ઉપયોગી છે. ચણાનો લોટ સ્કિન પર વળગી રહે છે અને જ્યારે તમે તેને દૂર કરો છો, ત્યારે વાળ તેમાં આવે છે. પેસ્ટ બનાવવા માટે, બે ચમચી ચણાનો લોટ લો અને તેમાં હળદર અને પાણી મિક્સ કરો. તમારા ચહેરા પર પેસ્ટ લગાવો અને પછી તેને સૂકવ્યા પછી, નવશેકા પાણીનો ઉપયોગ કરીને, હળવા હાથે માલિશ કરીને તેને દૂર કરો. અઠવાડિયામાં બે વાર આ ઉપાય કરો.