તારક મહેતાની સોનુએ મધદરિયે આપ્યા ‘નમકિન’ પોઝ

nation

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એક વાર દેખાનાર કલાકાર ફેમસ થઇ જાય છે.ત્યારે સોનુંનું પાત્ર નિભાવનાર નિધિ ભાનુસાલીની વાત જ કંઇક અલગ છે. તે હવે ભલે સોનુંનું પાત્ર નિભાવતી ના હોય. તેમ છતાં તેને લોકો તરફથી ખુબ જ પ્રેમ મળે છે. હવે સોનુંએ પોતાની વધુ એક બોલ્ડ તસવીર શેર કરીને લોકોને હેરાન કરી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

મિસ્ટર સિક્રેટ સાથે મળીને બતાવ્યું

નિધિ ભાનુશાળીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે હાથમાં સર્ફિંગ બોર્ડ લઈને ઉભી જોવા મળી રહી છે. તેણે સ્વિમિંગ ડ્રેસ પહેર્યો છે. આ તસવીરમાં તેની સાથે એક છોકરો પણ જોવા મળી રહ્યો છે. જેના વિશે લોકો કોમેન્ટમાં પ્રશ્નો પૂછી રહ્યા છે.

લોકોને વિચાર ગમ્યો

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

તમને જણાવી દઈએ કે ઘણીવાર નિધિની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે તેના સાહસિક જીવનની તસવીરો પણ ચાહકો સાથે શેર કરે છે. હવે નિધિનો આ લેટેસ્ટ લૂક પણ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં નિધિએ લોકોને તેની સર્ફિંગ કુશળતાથી વાકેફ કર્યા છે.

વર્ષ 2019માં ‘TMKOC’ છોડ્યું

નિધિએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેણે ઉચ્ચ શિક્ષણ માટે 2019માં ‘TMKOC’ છોડી દીધું. ત્યારથી આ ભૂમિકા અભિનેત્રી પલક સિધવાણીએ ભજવી છે.

Leave a Reply

Your email address will not be published.