તારક મહેતાના ઐય્યર રિયલ લાઈફમાં હજી સુધી છે કુંવારા, 46 વર્ષીય તનુજે જણાવ્યું લાઈફ પાર્ટનર તરીકે કેવી યુવતી જોઈએ…..

nation

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 13 વર્ષથી ચાહકોનું મનોરંજન કરે છે. શોના તમામ પાત્રોએ ચાહકોના મનમાં અલગ જ સ્થાન બનાવ્યું છે. હાલમાં આ શોમાં કોરોનાના બ્લેક માર્કેટિંગ પર ફોકસ કરવામાં આવ્યું છે. શોમાં બબીતાના પતિનો રોલ કરતો મિસ્ટર કૃષ્ણન ઐય્યર પણ ચર્ચામાં રહે છે. ઐય્યરનું રિયલ નામ તનુજ મહાશબ્દે છે. તેનો જન્મ 1974માં મધ્યપ્રદેશના દેવાસમાં થયો છે. એક્ટર ઉપરાંત તનુજ રાઈટર પણ છે. તેણે ટીવી સિરિયલ ‘યે દુનિયા હૈ રંગીન’થી કરિયરની શરૂઆત કરી હતી.

માતા સાથે તનુજ.તનુજ મહાશબ્દેએ ‘તારક મહેતા..’ના પણ કેટલાંક એપિસોડ લખ્યા છે. તનુજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સિરિયલમાં તમિળનો રોલ ભજવવો તેના માટે ઘણું જ મુશ્કેલ હતું. તે મરાઠી પરિવારમાંથી આવે છે. આથી તેણે સૌ પહેલાં તમિળ કલ્ચર અંગે તમામ માહિતી જાણી હતી. તેણે તમિળ લોકોની બૉડી લેંગ્વેજથી લઈ કપડાં કેવી રીતે પહેરે છે, કેવી રીતે હસે છે, બોલે છે, ગુસ્સો કેમ કરે છે, આ તમામ બાબતો પર ધ્યાન આપ્યું હતું.તનુજે કહ્યું હતું કે તેના મતે તેના રંગે તેને સાથ આપ્યો હતો. બાકી તેની પાસે કંઈ જ નથી. તનુજે એક ઈન્ટરવ્યૂમાં હસતા હસતા કહ્યું હતું કે સિરિયલમાં તો પોપટલાલના લગ્ન નથી થયા, પરંતુ રિયલ લાઈફમાં તેના લગ્ન થયા નથી. તે તમામ કામ જાતે કરે છે.

કેવી યુવતી સાથે લગ્ન કરવા છે?.તનુજને કોઈ દેખાવડી યુવતી સાથે નહીં, પરંતુ જેનો સ્વભાવ સારો હોય તેવી યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. તન નહીં, પરંતુ મન સુંદર હોય તેવી યુવતી તેને ગમે છે.તનુજે 2012માં ફિલ્મ ‘ફેરારી કી સવારી’માં કામ કર્યું હતું.એક સમયે મુનમુન સાથેના લગ્નની અફવા ઉડી હતી.46 વર્ષીય તનુજ અપરિણીત હોવાથી ગયા વર્ષે તેના તથા મુનમુનના લગ્નની અફવા ઉડી હતી. તે સમયે તનુજે કહ્યું હતું કે તેમની વચ્ચે માત્રને માત્ર પ્રોફેશનલ સંબંધો છે અને બીજું કંઈ જ નથી.

તનુજ લોકપ્રિય બને તેવી ઈચ્છા.તનુજને એ વાતનો અફસોસ છે કે ચાહકો તેને ઐય્યર તરીકે ઓળખે છે પરંતુ તનુજ તરીકે કોઈ ઓળખતું નથી. ઐય્યર લોકપ્રિય છે, તનુજ નહીં. તે ઈચ્છે છે કે તનુજ લોકપ્રિય થાય. તેને ખ્યાલ છે કે ઐય્યર બહુ જ મોટું પાત્ર છે અને તેથી જ લોકપ્રિય છે, પરંતુ લોકોને ખ્યાલ હોવો જોઈએ કે ઐય્યરનું પાત્ર તનુજ મહાશબ્દે નામનો વ્યક્તિ ભજવી રહ્યો છે.તનુજે ડિપ્લોમા ઈન મરીન ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે.તનુજ મહાશબ્દે 2021માં લગ્ન કરવાનું વિચારે છે. જોકે, હજી સુધી તનુજને કોઈ યોગ્ય યુવતી મળી નથી.

ઐયર એટલે કે તનુજ મહાશબ્દ શોમાં બબીતા ​​જીનો પતિ કેવી રીતે બન્યો તેની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. દિલીપ જોશીને કારણે તનુજને ઐયરની ભૂમિકા મળી હતી. ખરેખર, તનુજ સેટ પર શૂટિંગ દરમિયાન મુનમુન દત્તા એટલે કે બબીતા ​​જી સાથે એક દ્રશ્ય વિશે વાત કરી રહ્યા હતા. ત્યારે દિલીપ જોશીએ તેમની નજર પકડી લીધી. તેણે બંનેની વાતચીતને નજીકથી જોઈ અને ત્યારબાદ નિર્માતાઓને શોમાં તનુજ અને મુનમુનને પતિ-પત્ની તરીકે કાસ્ટ કરવા સૂચન કર્યું. ત્યારબાદ બંને પતિ અને પત્ની તરીકે પડદા પર જોવા મળ્યા.

નોંધપાત્ર વાત એ છે કે, આ શોમાં દક્ષિણ ભારતીયનો રોલ કરનાર તનુજ મૂળ મહારાષ્ટ્રિયન છે, દક્ષિણ ભારતીય નથી. મુનમુન દત્તા (બબીતા ​​જી) ની વાત કરીએ તો તે જ્યારે માત્ર 20 વર્ષની હતી ત્યારે તે આ શોનો ભાગ બની હતી. તે શોમાં ઐયરની પત્ની તરીકે ઘણાને પસંદ આવી છે.અય્યર ભાઈ હકીકતમાં મધ્ય પ્રદેશ રાજયના રહેવાસી છે.તે મધ્ય પ્રદેશના ઇન્દૌર શહેરની નજીક આવેલ દેવા શહેરના રહેવાસી છે. અય્યર ભાઈ અભિનય સિવાય લેખન વગેરેનું પણ કામ કરે છે. તેઓને ભગવાનની પૂજા-પાઠ કરવાનું વધારે ગમે છે. તેમણે ડીપ્લોમાં ઈન મરીન કોમ્યુનિકેશન નો અભ્યાસ કર્યો છે.

મિસ્ટર અય્યર ભાઈ એટલે કે તનુજ મહાશબ્દે પહેલા નાટકોમાં કામ કરતા હતા. અને આ દરમ્યાન તેમણે એક નાટક રામ બોલો ભાઈ રામ માં કામ કર્યું હતું. જેમાં તેમણે રાવણનું કિરદાર નિભાવ્યું હતું. તેમાં તે સાઉથ ઇન્ડિયન ભાષામાં બોલી રહ્યા હતા.તે સમયે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના ડીરેક્ટર આસિત કુમાર મોદી અને દયા શંકર પાંડે બંને એ તનુજ મહાશબ્દેને જોયા હતા. ત્યારબાદ તેમને અય્યર ભાઈને તેમની ઓફિસમાં બોલાવ્યા હતા અને તેમને આ ટીવી શો જે કેરેક્ટર વિષે પસંદ કરવાના હતા તેના વિષે જણાવ્યું હતું. તો તનુજ મહાશબ્દ એ મિસ્ટર અય્યરનો કિરદાર નિભાવવા માટે હા કરી દીધી હતી.તનુજ મહાશબ્દ એ આ રોલ માટે હા પાડી દીધી હતી અને તે સમયે તે કામ બાબતમાં બિલકુલ ફ્રી બેસેલા હતા.

તેમના રોલની આ ટીવી શો માં એન્ટ્રી થવામાં હજુ ઘણો સમય બાકી હતો. લગભગ ૨ મહિના જેટલો. અને ૨ મહિના બાદ તેમનો રોલ આ ટીવી શો માં દેખાવાના કારણે તેમને સમસ્યા ઉભી થઇ હતી. તે ઇન્દૌર શહેરમાં રહેતા હતા અને આ ટીવી શો નું શૂટિંગ મુંબઈમાં ચાલુ હતું. તો તેમણે પોતાની આ મુશ્કેલી ડીરેક્ટર આસિત મોદીને જણાવી હતી કે તે ઇન્દોર શહેરમાં રહે છે અને તેમને આ મુશ્કેલી થઈ રહી છે. ત્યારે આસિત મોદીએ તનુજને એમની ટિમ સાથે જોડાઈ શકે છે એવું જણાવ્યું હતું.તેમણે પહેલા CID ટીવી શો માં પણ કામ કર્યું છે. પણ આ ટીવી શો માં કામ મળ્યા બાદ તેમણે પોતાના મિસ્ટર અય્યરના કેરેક્ટર પર વધારે ધ્યાન આપવાનું શરુ કરી દીધું હતું.

તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે આ ટીવી શો માં જેઠાલાલા ગડા ને નાપસંદ કરવાં વાળા મિસ્ટર અય્યર ભાઈએ જયારે આ ટીવી શો સાથે જોડાણા ત્યારે તે માત્ર અને માત્ર દિલીપ જોશી એટલે કે જેઠાલાલ ગડાને જ ઓળખતા હતા.તેના સિવાય અન્ય કલાકારોની ટીમ તેમના માટે અજાણી હતી. અય્યર ભાઈએ જેઠાલાલ સાથે આ ટીવી શો પહેલા પણ નાટકમાં સાથે કામ કર્યું હતું. માટે જ તેઓ એકબીજાને પહેલાથી ઓળખતા હતા.આ ટીવી શો માં જોડાઈ ગયા બાદ બધા મુંબઈમાં રહેવાના કારણે બધાને મરાઠી આવડી ગયું હતું. પણ આ ટીવી શો ના મેકરને એ ખબર નહોતી કે અય્યર ભાઈ સાઉથના નહિ પણ ઇન્દૌરના છે અને તે મરાઠી માણસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *