તારક મહેતા કા ઉલ્ટા ચમશ્મા ફેન્સને એન્ટરટેન કરવાની કોઇ તક છોડતું નથી. હાલમાં રિસોર્ટનો પ્લોટ જોવા મળી રહ્યો છે. સિરિયલમાં દેખાડ્યું કે આખી ગોકુલધામ સોસાયટી રિસોર્ટમાં પહોંચી છે. આ દરમ્યાન અભિનેત્રી મુનમુન દત્તા શો માંથી ગાયબ દેખાઇ. ત્યારબાદ એ અફવાઓ ઉડવા લાગી કે મુનમુને આ શો છોડી દીધો છે. હવે અભિનેત્રીએ આ સમાચારો પર પ્રતિક્રિયા આપી છે.
મુનમુન દત્તાએ આપી પ્રતિક્રિયા
મુનમુન દત્તાએ ઇસ્ટા પોસ્ટ કરતાં લખ્યું કે છેલ્લાં 2-3 દિવસથી કેટલીક વસ્તુઓ ખોટી રિપોર્ટ થઇ રહી છે, તેનાથી મારી જિંદગી પર નેગેટિવ અસર પડી રહી છે. આ સંપૂર્ણપણે ખોટું છે કે મેં કામ પર રિપોર્ટ કર્યું નથી. સાચી વાત તો એ છે કે વાર્તા લખાઇ તેમાં મારી હાજરીની જરૂર નહોતી. આથી મને પ્રોડક્શનની તરફથી શુટ માટે બોલાવામાં આવી નથી. કયો સીન કે સ્ટોરીલાઇન હશે એ હું નક્કી નથી કરતી પ્રોડક્શન કરે છે.
હું એક ઇન્ડિવિઝ્યુઅલ છું, હું કામ પર જઉં છું અને કામ કરીને પાછી આવી જઉ છું. જો સીન્સમાં મારી જરૂર ના હોય તો હું ચોક્કસપણે શુટિંગ પર જઇશ નહીં. જો હું કયારેય શો છોડીશ તો હું આ અંગે જાતે જ જણાવી દઇશ કારણ કે મને લાગે છે કે જે ફેન્સ આ શો સાથે ઇમોશનલી જોડાયેલા છે, તેમણે સત્ય જાણવું જોઇએ.
આપને જણાવી દઇએ કે મુનમુન શો સાથે શરૂઆતથી જ જોડાયેલ છે. આ શોમાં તેઓ બબીતાજીના કેરેકટરમાં છે. બબીતાને શો માં ફેન્સ ખૂબ જ પસંદ કરે છે.