તમને પણ આવે છે બહુ ગુસ્સો તો ચાંદીની ચેઇનમાં ધારણ કરો આ વસ્તુ

DHARMIK

ચાંદી ધાતુને સૌથી પવિત્ર કહેવામાં આવે છે અને આ ધાતુને સૌથી મુખ્ય પણ માનવામાં આવે છે. એવામાં રસ શાસ્ત્રના અનેક ગ્રંથોમાં ચાંદીને સોનાથી પણ વધારે શુદ્ધ ધાતુ માનવામાં આવે છે અને આજ કારણ છે કે પૂજાના વાસણ, નિવેદ પાત્ર સહિતની વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે.

તમને જણાવી દઇએ કે આયુર્વેદના ગ્રંથોમાં પણ ચાંદીના અનેક પ્રયોગ જણાવવામાં આવ્યા છે. જેનાથી તન અને મન સ્વસ્થ રાખી શકાય છે અને ચાંદી અંગે કહેવામાં આવ્યું છે કે આ ધાતુના વાસણમાં નિયમિત પાણી પીવાથી ન માત્ર શરીર સ્વસ્થ રહે છે. પરંતુ માનસિક તંદુરસ્તી પણ પ્રાપ્ત થાય છે.

ત્યારે ચાંદી આપણા રોગપ્રતિકારક શક્તિને શક્તિ પ્રદાન કરીને આયુષ્યમાં વૃદ્ધિ કરે છે અને મા લક્ષ્મીની પ્રિય ધાતુ પણ ચાંદી છે અને સોના પર પણ તેમનો સમાન અધિકાર છે. તમને જણાવી દઇએ કે માઁ લક્ષ્મીના એક રૂપ રજત લક્ષ્મીની પૂજા પણ ચાંદીથી જોડાયેલી છે. કહેવાય છે ચાંદી પર ચંદ્રનો વિશેષ અધિકાર હોય છે આ કારણથી જે પણ વ્યક્તિને વધારે ગુસ્સો આવે છે. તેને ચાંદીની ચેઇનમાં ચંદ્રમાનું પેન્ડલ બનાવીને ગળામાં પેહરાવી દો. તેની સાથે ચાંદી માનસિક શક્તિ પ્રદાન કરે છે અને તેને ધારણ કરવાથી મન એકાગ્ર અને શાંત થાય છે.

તેની સાથે જ ઘરમાં પૂજાના વાસણ ચાંદીના હોવા અત્યંત શુભ હોય છે અને તેમા ચાંદીના દીપક, ચમચી, લોટો, ઘંટડી હોવું શુભ રહે છે. તેની સાથે જ તેને ઘરમાં રાખવાથી વૈભવતા, સમૃદ્ધિ આવે છે. કહેવાય છે ઘરમાં ચાંદીના લક્ષ્મી-ગણેશની પ્રતિમા અવશ્ય હોવી જોઇએ કારણકે તેનાથી આર્થિક સમૃદ્ધિ બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *