તમિલનાડુના કુન્નુર હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતનું નિધન

Uncategorized

તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની સહિત 14 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 13 લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. સાથે જ દેશમાં પ્રથમવાર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સંભાળનાર બિપિન રાવતનું નિધન થયાની પુષ્ટી થઇ છે. સાથે જ તેમની પત્નીનું પણ આ અકસ્માતમાં નિધન થયું છે. તમામ મૃતદેહોને બહાર નીકાળનવામાં આવ્યા છે. મૃતદેહોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોને બચાવી લેવાયા છે.

વાયુસેનાએ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની હતા. બચાવાયેલા લોકોને સારવાર માટે વેલિંગ્ટન બેઝ પર લઈ જવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાને જોનાર પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, હેલિકોપ્ટર ક્રેશ થતા પહેલા તેમા આગ લાગી હતી અને બાદમાં હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું.

હેલિકોપ્ટર દુર્ઘટનાને લઇ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, આવતીકાલે આ ઘટનાની તમામ માહિતી આપવામા આવશે. સબંધિત મંત્રાલય દ્વારા આખી ઘટનાની માહિતી મીડિયાને આપવામાં આવશે. જોકે આ ઘટના બાદ હજુ સુધી સીડીએસ બિપિન રાવત વિશે કોઇ માહિતી સામે આવી નથી. જોકે સૂત્રો અનુસાર, આ દુર્ઘટનાની તમામ માહિતી કેન્દ્ર સરકાર આવતીકાલે પહેલા સંસદમાં આપશે.

ભારતના પ્રથમ સીડીએસના નિધનના સમાચારથી દેશમાં શોકની લહેર વ્યાપી ગઇ છે. 31 ડિસેમ્બર 2019ના રોજ થલ સેનાધ્યક્ષ તરીકે રિટાયર થયા બાદ આગામી દિવસે જ જનરલ રાવત દેશના પ્રથમ પ્રમુખ બન્યા હતા. રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી થલ સેનાધ્યક્ષના પદ પર રહ્યા હતા.

63 વર્ષીય જનરલ રાવત ઉત્તરાખંડના તે પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા, જે પેઢીઓથી મા ભોમની સેવા કરે છે. લેફ્ટનન્ટ જનરલ લક્ષ્મણ સિંહ રાવતના પુત્ર બિપિન રાવતનો જન્મ ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં થયો હતો. તેમનો પરિવાર ઘણી પેઢીઓથી સેનામાં સેવા આપી રહ્યો છે. બિપિન રાવત સેન્ટ એડવર્ડ સ્કૂલ, શિમલાના અને નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકસાલાના વિદ્યાર્થી હતા. તેમને ડિસેમ્બર 1978માં ભારતીય મિલિટરી એકેડેમી, દેહરાદૂનમાંથી 11મી ગોરખા રાઈફલ્સની 5મી બટાલિયનમાં કમિશન આપવામાં આવ્યું હતું, જ્યાં તેમને ‘સ્વોર્ડ ઑફ ઓનર’ એનાયત કરવામાં આવ્યા હતા.

બિપિન રાવતનો પરિવાર

બિપિન રાવતના પત્ની મધૂલિકા રાવત આર્મી વેલફેર સાથે જોડાયેલા હતા. તેઓ આર્મી વુમન વેલફેર એસોસિએશનના અધ્યક્ષ પણ હતા. બિપિન રાવત પોતાની પાછળ બે દીકરીઓને છોડીને ગયા છે. રાવતની બે દીકરીઓ છે. મોટી દીકરી કૃતિકાના થોડા સમય પહેલા જ મુંબઇમાં લગ્ન થયા છે જ્યારે નાની દીકરી તારિણી હાલમાં અભ્યાસ કરી રહી છે.

બિપિન રાવતને દેશમાં વિશિષ્ટ સેવાઓ બદલ પુરસ્કાર આપવામાં આવ્યા

બિપિન રાવતને આતંકવાદ વિરોધી કામગીરીમાં કામ કરવાનો ઘણા વર્ષોનો અનુભવ હતો. બિપિન રાવતે ઘણા વર્ષો સુધી ઊંચાઈ પરના યુદ્ધના મેદાનમાં પણ કામ કર્યું હતું. તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને ‘પરમ વિશિષ્ટ સેવા મેડલ’ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશેષ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ઠ સેવા મેડલ વગેરેથી નવાજવામાં આવ્યા હતા.

Mi-17 V5 એક વિશ્વસનીય એરક્રાફ્ટ

તમિલનાડુના કુન્નૂરમાં જે હેલિકોપ્ટર ક્રેશ થયુ તે કોઇ સામાન્ય હેલિકોપ્ટર ન હતું. તે એક Mi-17V-5 હેલિકોપ્ટર હતું, જેનો ઉપીયોગ ખુબ જ ઉન્નત માનવામાં આવે છે. તેનો ઉપીયોગ આર્મ્સ ટ્રાંસપોર્ટ, ફાયર સપોર્ટ, એસ્કોર્ટ, પેટ્રોલિંગ અને સર્ચ એન્ડ રેસ્ક્યૂ મિશન માટે પણ કરાય છે. ભારતમાં ઘણા વીઆઇપી લોકો તેનો ઉપીયોગ કરે છે. Mi-17V5 એ ભારતીય વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવાતું આધુનિક પરિવહન હેલિકોપ્ટર છે. ભારતે થોડા વર્ષો પહેલા રશિયા પાસેથી 80 Mi-17 હેલિકોપ્ટર ખરીદ્યા હતા. Mi-17 V5 એક વિશ્વસનીય એરક્રાફ્ટ છે જેનો ઉપયોગ વડાપ્રધાન સહિત તમામ મહાનુભાવોની હિલચાલ માટે થાય છે. રશિયા સહીત 60થી વધુ દેશોમાં આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. રશિયામાં આ હેલિકોપ્ટરનું ઉત્પાદન થાય છે. આ એક સોવિયેત ડિઝાઇન રશિયન લશ્કરી હેલિકોપ્ટર છે. કાઝાન અને ઉલાન-ઉડે નામની બે ફેક્ટરીઓમાં આનું ઉત્પાદન કરવામાં આવે છે. વર્ષ 1975 માં પ્રથમવાર યુધ્ધમાં એનો ઉપયોગ થયો હતો. ભારત, રશિયા સહીત અનેક દેશો આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.

Leave a Reply

Your email address will not be published.