તમે જોઇ અદાર પૂનાવાલાની પત્ની નતાશાની રૂ.90 લાખની બેગ, તસવીરો જોઇ અવાક થઇ જશો

WORLD

કોરોના મહામારીથી લડવા માટે કોવિશીલ્ડ રસીનું મોટાપાયા પર ઉત્પાદન કરીને દુનિયામાં ચર્ચિત થઇ ચૂકેલ સીરમ ઇન્સ્ટિટ્યુટના CEO અદાર પૂનાવાલાથી તો તમે બધા પરિચિત હશો. હવે તેની પત્ની નતાશા પૂનાવાલા પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. વાત એમ છે કે નતાશા પૂનાવાલાનો એક એવો ફોટો વાયરલ થયો છે. જેમાં તે અંદાજે 90 લાખ રૂપિયાની બેગ કૈરી કરાતં ચર્ચામાં આવી છે. પ્રિયંકા ચોપડાએ આ ફોટો ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે.

નતાશા પૂનાવાલા, અભિનેત્રી પ્રિયંકા ચોપડા, STRIVE વેન્ચરના સંસ્થાપક James G Boulter ગયા શનિવારે વિમ્બલ્ડન મેચ જોવા માટે લંડન ગયા હતા. ત્યાં તેમણે Ashleigh Barty અને Karolina Pliskova વુમન સિંગલની ફાઇનલ મેચ જોઇ હતી. ફાઇનલ બાદ નતાશા અને પ્રિયંકાએ સાથે ફોટો પડાવ્યા.

ત્યારબાદ પ્રિયંકા ચોપડાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા. આ ફોટોમાં નતાશા Gucci આઉટફિટ બ્રાન્ડની આખી આસ્તીનનો સફેદ ફૂલોવાળો ડ્રેસ પહેક્યો હતો. સાથો સાથ સ્ટાઇલિશ સનગ્લાસ પહેર્યા હતા. જે વાત પર લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચાયું તે નતશાના હાથમાં વાદળી રંગની નાનકડી બેગ હતી.

આ બેગ Hermes Collectionની તરફથી બનાવામાં આવેલ લિમિટિડે એડિશન The Birkin Faubourgનો હિસ્સો હતો. દેશ-દુનિયાની મોટાભાગની સેલિબ્રિટિઝ આવી બેગ ધરાવે છે અને મોકો મળતા તેઓ લોકોની સામે રજૂ કરે છે.

મળતી માહિતી પ્રમાણે નતાશાના હાથમાં હાજર આ બેગ કોઇ સાધારણ પર્સન નહોતું પરંતુ દુનિયાની સૌથી મોંઘી હેન્ડબેગમાંથી એક હતું. રિપોર્ટના મતે Hermes કંપની આ સીમિત એડિશનની બેગ 82 થી 97 લાખ રૂપિયાની વચ્ચે વેચે છે. એટલે કે તમે નતાશાના બેગની સરેરાશ કિંમત અંદાજે 90 લાખ રૂપિયા માની શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *