ગમે તેટલી મહેનત કરવા છતા તમને ધારેલું ફળ ન મળતું હોય, તમારાં નાણાં કોઇ જગ્યાએ અટવાયેલાં હોય, નાણાં સંબંધિત તકલીફ રહેતી હોય તો અહીં તેનો ઉપાય છે. તમે તમારી રાશિ મુજબના ઉપાય અજમાવશો તો ચોક્કસ તમને ધાર્યું ફળ પ્રાપ્ત થશે અને સાથેસાથે ધનપ્રાપ્તિ પણ થશે.
મેષ રાશિ :
આ રાશિના જાતકોએ સવારે વહેલા ઊઠીને સૂર્યનારાયણનાં દર્શન કરીને લક્ષ્મીનારાયણ ભગવાનને ગોળની બનેલી ખીર ધરાવવી. આ ખીરને મહિલાઓને ખવડાવવી.
વૃષભ રાશિ :
વૃષભના જાતકોએ દર શુક્રવારે સૌથી પહેલાં ભગવાન શિવનાં દર્શન કરી આખા ચોખા અને દહીં ચઢાવવું. આમ કરવાથી આ જાતકોને ચોક્કસ ધનલાભ થશે.
મિથુન રાશિ :
આ રાશિના જાતકોએ ધનપ્રાપ્તિ માટે દેવી લક્ષ્મી અથવા તો દુર્ગા માતાનાં દર્શન કરવાં, તેમજ પાંચ જાસૂદનાં ફૂલ ગણપતિજીને અર્પણ કરવાં. તથા કુંવારી કન્યાઓને ગુલકંદનો પ્રસાદ આપવો. આમ કરવાથી અવશ્ય ધનપ્રાપ્તિ થશે.
કર્ક રાશિ :
કર્કના જાતકો ધનપ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણનાં દર્શન કરવાં, તેમને તુલસીનાં પાન અને માખણનો પ્રસાદ ધરાવવો તેમજ તેમના લલાટે ચંદનનો ચાંદલો કરો. આ ઉપાય અજમાવવાથી ચોક્કસ ધનપ્રાપ્તિ થશે અને અટવાયેલું ધન પણ પ્રાપ્ત થશે.
સિંહ રાશિ :
આ જાતકોએ ધનપ્રાપ્તિ માટે રોજ સૂર્ય નારાયણનાં દર્શન કરી, એક લાલ ગુલાબને તેમના પગે અડાડીને પર્સમાં મૂકી દેવું. આમ કરવાથી ધનપ્રાપ્તિ થશે.
કન્યા રાશિ :
કન્યાના જાતકો આમ સરળ અને આમ ચાલાક હોય છે. પણ આ જાતકો સ્વભાવે ખૂબ જ સરળ હોય છે, તેમણે ધનપ્રાપ્તિ માટે ગણેશજીનાં દર્શન કરી સફેદ ચોખા દેવી દુર્ગાને ચઢાવવા તેમજ ઘરના મંદિરમાં એક સોપારીને ગણપતિજીની સામે રાખવી.
તુલા રાશિ : આ રાશિના જાતકોએ ભગવાન લક્ષ્મી નારાયણને કમળનું ફૂલ અર્પિત કરીને પાંચ બુંદીના લાડુ હનુમાનજીને ચડાવીને નાનાં બાળકોને ખવડાવવા. આમ કરવાથી ધન પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિ :
આ જાતકોએ ધનપ્રાપ્તિ માટે તુલસીના છોડની બાજુમાં એક સોપારી રાખવી અને તેને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનીને રોજે તેની પૂજા કરવી. તેમજ રોજ સવારે ઓફિસ જતાં પહેલાં રામસ્તુતિ કરવી.
ધન રાશિ : ધનના જાતકોએ ધનપ્રાપ્તિ માટે હનુમાનજીનાં દર્શન કરી પાંચ નાગરવેલનાં પાન ઉપર કોઇપણ પીળા કલરની પાંચ મિઠાઈના ટુકડા મૂકીને તેની પર કેસર ભભરાવી પીપળાના વૃક્ષ નીચે મૂકી દેવા.
મકર રાશિ :
મકરના જાતકોએ દેવી ગાયત્રીનાં દર્શન કરી કીડીના દર પાસે સાકર રાખવાથી તેમનું અટવાયેલું ધન ચોક્કસથી પાછું મળી જાય છે. આ જાતકોએ કોઇપણ સફેદ ફૂલ પોતાની પાસે રાખવું.
કુંભ રાશિ :
આ રાશિના જાતકોએ કેળાંના ઝાડની નીચે શુદ્ધ દેશી ઘીનો દીવો કરવો. તેમજ દર શનિવારે હનુમાનજીને મીઠું પાન અર્પણ કરવું. આવું સતત અગિયાર શનિવારે સુધી કરવાથી ચોક્કસ ધનપ્રાપ્તિ થશે.
મીન રાશિ :
આ રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુને કેસર અને લક્ષ્મી દેવીને પેઠાનો પ્રસાદ ધરાવવાથી તેમનાં અટવાયેલાં નાણાં પણ તેમને પરત મળશે અને ધનપ્રાપ્તિ પણ ખૂબ થશે.