”તમારા માતાજી પ્રસન્ન થયા છે’ કહી એવી ભેટ આપી કે દંપતી ભાન ભૂલ્યું, ઘરમાંથી જ 2 લાખ કાઢી આપી દીધા

GUJARAT

જો તમારા ઘરે ભગવાન-માતાજીના નામે કોઈ અજાણ્યા શખ્સો આવે તો ચેતી જજો. કેમ કે મહેસાણામાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અજાણ્યા શખ્સોએ ઘરે આવીને ખેડૂત પરિવારને કહ્યું હતું કે, તમારા માતાજી પ્રસન્ન થયા છે. અને અમારે ભેટ આપવી છે. ભેટ સ્વીકારતાં જ દંપતી ભાન ભૂલ્યું હતું. અને ઘરમાં રહેલાં 2 લાખ રૂપિયા અજાણ્યા શખ્સોને આપી દીધા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

મહેસાણાના ગોઝારીયા ગામની આ ઘટના છે. અહીં રહેતાં ખેડૂત પરિવારના ઘરે અજાણ્યા ઈસમો આવી ચઢ્યા હતા. અને કહ્યું હતું કે, તમારા માતાજી મને પ્રસન્ન થયા છે. તમારા માતાજીએ મારું કામ કરી આપ્યું હતું. અને તમારા માતાજીને ભેટ ધરવું છે તેમ જણાવ્યું હતું. માતાજીનું નામ આવતાં જ પરિવાર ખુશ થઈ ગયું હતું. અને અજાણ્યા શખ્સોની વાત પર વિશ્વાસ કરી લીધો હતો.

અજાણ્યા શખ્સોએ ઘર માલિક રેવા પટેલ અને તેમની પત્નીને સોના જેવી બંગડીઓ અને 500 રૂપિયા બનાવટી બંડલ ભેટ ધર્યા હતા. અને સાથે જ કોટી પણ ભેટ ધરી હતી. પણ જેવી જ દંપતીએ કોટી લીધી જ ત્યાં જ દંપતી ભાન ભૂલી ગયું હતું. અને બાદમાં દંપતીએ જ ઘરમાંથી 2 લાખ રૂપિયા કાઢીને અજાણ્યા શખ્સોને આપી દીધા હતા. આ મામલે દંપતીએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દંપતીને ખબર જ નથી કે તેમની સાથે શું બની ગયું. આમ જો કોઈ અજાણ્યા શખ્સો તમારા ઘરે આવે તો ખાસ સાવધાની રાખજો. નહીંતર તમારા ઘરેથી પણ કિંમતી સામાનની ચોરી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *