સૈફ અલી ખાન અને કરીના કપૂર કપૂરનો લાડલો તૈમૂર જ્યારે જ્યારે જાહેરમાં આવે સોશિયલ મીડિયા પર છવાઇ જાય છે. માતા જેવોજ સ્ટાઇલીશ અને ક્યુટ તૈમૂર તેની બાળસહજ અદાથી દર્શકોને દીવાના બનાવી જાય છે. કેમેરાથી સેજ પણ ગભરાતો નથી તૈમૂર અને એકદમ સહજ રીતે વર્તે છે. તેને કેમેરામાં કેદ થવુ ખુબજ ગમે છે. હાલ કરીના સૈફ અને તૈમૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તૈમૂર અલી ખાનના ઇશારાઓ જોઈ તમે પણ કહેશો કે છોરેને તો કમાલ કર દીયા. તૈમૂરે કેમેરા સામે આંગળી બતાવી સૈફને કહ્યું કે આ રીતે પોઝ આપોય પુત્રનો આ ઇશારો જોઈને સૈફ અને કરીનાનું રીએક્શન જોવા જેવું હતુ.
તૈમૂર તેની માસી કરિશ્મા કપૂરના ઘરે તેના માતા-પિતા સાથે પહોંચ્યો હતો. તૈમૂર અલી ખાને પ્લેન વ્હાઇટ શર્ટ અને બ્લેક શોર્ટસ પહેર્યા હતા. બેબોએ ઓફ વ્હાઇટ પેન્ટ્સ્ અને બ્લેક ટી શર્ટ પહેર્યુ હતુ. કરીના ખુબજ આકર્ષક લાગી રહી હતી. સૈફે કેજ્યુઅલ લુક અને સ્પોર્ટેટ બ્લુ શર્ટ સાથે વ્હાઇટ પેન્ટ પહેર્યુ હતુ.
આ વર્ષે હોળી પર પણ તૈમૂર સોશિયલ મીડિયા પર છવાયેલ રહ્યો હતો. કૃણાલ ખેમુ અને સોહા અલી ખાનની પુત્રી ઇનાયા સાથે તેની રંગોથી રમતી તસવીરો વાયરલ થઈ છે.