તહેવારોની સિઝનમાં ચોક્કસપણે આવી ભૂલ કરવાથી બચો

GUJARAT

દિવાળીને આડે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ખાવા-પીવાની અને લોકો સાથે મિલન-મુલાકાતની ખૂબ મજા આવે છે. પરંતુ તહેવારોની સિઝનમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યારે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તો જ તમે તહેવારોની મજા માણી શકશો. તેથી તહેવારોની સિઝન કે દિવાળી દરમિયાન ડાયાબિટીસના દર્દીઓએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહિંતર, તેમની તબિયત બગડી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓએ દિવાળીના સમયે ન કરવી આ ભૂલ

ડાયાબિટીસના દર્દીઓનું સ્વાસ્થ્ય તેમની જીવનશૈલી પર આધાર રાખે છે. જેમાં આહાર મહત્વનો ભાગ ભજવે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ દિવાળી કે અન્ય તહેવારો પર બિનઆરોગ્યપ્રદ ખોરાક લેવાનું ટાળવું જોઈએ. જો ડાયાબિટીસના દર્દીઓ આવી ભૂલ કરે તો તેમને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. મીઠાઈઓ, ખાંડવાળી વસ્તુઓ, આલ્કોહોલ, જંક ફૂડ, કેન કે બોટલ્ડ ફૂડ, બિનઆરોગ્યપ્રદ ચરબી વગેરેનું સેવન ટાળો.

ઘરે જ બનાવો વાનગીઓ અને મીઠાઈઓ

જે પરિવારોમાં ડાયાબિટીસના દર્દીઓ હોય ત્યાં ઘરે બનાવેલી વાનગીઓ અને મીઠાઈઓનું સેવન કરવું જોઈએ. કારણ કે, બહારની મીઠાઈઓમાં કૃત્રિમ સ્વીટનર અને અપોષક તત્વો વધુ પ્રમાણમાં હોય છે, જે શરીરમાં બ્લડ શુગરનું સ્તર અચાનક વધારી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓમાં હાઈ બ્લડ શુગરના લક્ષણો

જ્યારે શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ અચાનક વધી જાય છે, ત્યારે કેટલાક લક્ષણો દેખાઈ શકે છે. જેમ કે – થાક લાગવો, ઉબકા આવવા, પેટનો દુઃખાવો, મોઢાની ગંધ, ઝડપી ધબકારા, અતિશય તરસ, અતિશય પેશાબ, શ્વાસની તકલીફ, મોં સુકાઈ જવું વગેરે.

Leave a Reply

Your email address will not be published.