તબીબે મિત્ર સાથે મળીને પત્ની સાથેના શારિરીક સંબધોના બનાવ્યા વીડિયો

GUJARAT

કૃષ્ણનગરમાં રહેતો તબીબ પતિ પત્નીને અલગ અલગ 10 જેટલા રીસોર્ટમાં લઇ જઇને બાયસેકસ્યુલ હોવાનું કહીને દુષ્કર્મ આચરતો હતો. જ્યારે તબીબનો મિત્ર શારિરીક સંબંધના વિડીયો ઉતારતો હતો. પરિણીતા વિડીયો ડિલીટ કરવાનું કહે એટલે પતિ અને તેનો મિત્ર ધમકીઓ આપતા હતા. અંતે કંટાળીને પરિણીતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

નવા નરોડામાં એક પરિણીતા તેના તબીબ પતિ તેમજ બાળક સાથે રહે છે. આ પરિણીતાને અગાઉ એક વખત લગ્ન થયા હતા. પરંતુ તેમાં પરિણીતાને પતિ સાથે અણબનાવ બનતા તેણે છૂટાછેડા લીધા હતા. પરિણીતાના પતિને કૃષ્ણનગરમાં આંખની હોસ્પિટલ ધરાવે છે.

તબીબ પતિ અને તેનો મિત્ર બન્ને રાજ્યના 10 જેટલા રીસોર્ટમાં પરિણીતાને લઇ જઇને બાયસેક્સ્યુલ હોવાનું કહીને દુષ્કર્મ આચરતો હતો અને તેના અનેક પુરુષો અને સ્ત્રીઓ સાથે સંબંધ છે તેવુ પતિ કહેતો હતો. પતિનો મિત્ર શારિરીક સંબંધના વિડીયો બનાવતો હોવાથી પરિણીતાએ ડિલીટ કરવાનું કહ્યુ મિત્ર પરિણીતાને ધમકીઓ આપતા હતા.

બાદમાં પરિણીતાને દહેજ મામલે સાસરીયાઓ ત્રાસ આપીને ઝઘડો કરતા હતા. પરિણીતા ગર્ભવતી થતાં પતિએ જબરજસ્તીથી તેનું ગર્ભપાત કરાવ્યુ હતુ. બાદમાં પરિણીતાને પતિ ધમકી આપતો કે, તારે પહેલા પતિના સંતાનને મારી નાંખી તેમજ તેનું અપહરણ કરી લઇશ.
આટલું જ નહીં, પરિણીતાની સામે જ પતિ હોસ્પિટલમાં કામ કરતી અન્ય યુવતીઓ સાથે શારિરીક સંબંધ બાંધતો અને તેનું વિડીયો સીસીટીવી ફુટેજ મોબાઇલમાં લઇ લેતો હતો.

જો હોસ્પિટલની યુવતીઓ વિડીયો ડિલીટ કરવાનું કહેતો તો પતિ પણ તેને ફટકારતો હતો. પરિણીતાએ અગાઉ પણ પતિના ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી હતી પરંતુ ત્યારે પતિએ પોલીસમાં ઓળખ હોવાથી સમગ્ર મામલો શાંત પાડીને ફરીથી પત્નીને હેરાન કરવા લાગ્યો હતો. અંતે કંટાળીને પરિણીતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે વધ

તબીબ હોસ્પિટલમાંથી વસ્તુઓ ચોરી કરનાર પત્ની સામે ફરિયાદ નોંધાવી

તબીબ પતિએ પણ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પત્નિ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, તબિબ રવિવારે બપોરે હોસ્પિટલ બંધ કરીને ઘરે ગયો હતો. પરંતુ ઘરે પત્ની ખોટી શંકાઓ કરતી હોવાથી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.

બાદમાં પતિ ઘરેથી નિકળી ગયો હતો. તબિબે બીજા દિવસ સવારે હોસ્પિટલમાં ગયો હતો ત્યાં તેણે જોયું કે, હોસ્પિટલમાંથી ડીવીઆર, સ્ક્રીન, મશીન અને ચેકબુક ગાયબ હતા. હોસ્પિટલની બીજી ચાવી મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી હોવાથી તબિબે તેણી પૂછપરછ કરી હતી.

જેથી મેડીકલ સ્ટોરવાળાએ કહ્યુ કે, તમારી પત્ની કાલે સાંજે આવીને ચાવી લઇ ગયા હતા. આ અંગે તબિબે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પત્ની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *