સૂર્યપુત્ર શનિદેવ અને મંગળ એક સાથે, આ રાશિની મુશ્કેલીઓ વધશે

GUJARAT

મંગળ ગ્રહ 26 ફેબ્રુઆરીએ મકર રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં શનિદેવ પહેલેથી જ બિરાજમાન છે. જ્યોતિષમાં મંગળ રાશિ પરિવર્તન વિશેષ મહત્વ ધરાવે છે. મંગળને મકર રાશિમાં ઉચ્ચ માનવામાં આવે છે. મકર રાશિમાં મંગળ અને શનિનો સંયોગ શુભ ન ગણી શકાય. આ યુતિની અસરથી ગંભીર સમસ્યાઓ અને અકસ્માતો થવાની સંભાવના છે. જાણો કઈ રાશિના લોકોએ મંગળ અને શનિની યુતિ દરમિયાન સાવધાન રહેવું જોઈએ

શનિ અને મંગળની યુતિ
શનિ જ્યારે જ્યારે પોતાની સ્વરાશિ મકરમાં આવે ત્યારે યુદ્ધ, ભયાનક બીમારી, મોંઘવારી વધે, દુનિયામાં ભયથી અરાજકતા ફેલાય જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. શનિ દર 30 વર્ષે મકર રાશિમાં આવે. તા. 27/04/2022 સુધી શનિ મકર રાશિમાં ભ્રમણ કરશે. ત્યાં સુધી આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે.

કર્ક રાશિ
કર્ક રાશિના લોકોએ કાર્યસ્થળના લોકો સાથે વાદવિવાદ ટાળવો જોઈએ, કારણ કે આ સમય દરમિયાન તમારા ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ નહીં થાય. આ સમયગાળા દરમિયાન કોઈ નવું કાર્ય શરૂ ન કરવું.

સિંહ રાશિ
સિંહ રાશિના લોકો આ સમયમાં કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ શકે છે. કરિયરના મોરચે તમારું પ્રદર્શન ધીમે ધીમે સુધરશે. જોકે તમારા જીવનમાં અગાઉ કાનૂની વિવાદ ચાલી રહ્યો હોવાથી તેની દિશા પ્રતિકૂળ બની શકે છે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને કારકિર્દીમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અને સહકર્મીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જળવાય. કામ કરતા રહો. આવકમાં વધારો મોડો થઈ શકે છે.

મકર રાશિ
આ ​​સમયમાં તમારો સ્વભાવ થોડો આક્રમક બનશે. તમને શાંતી અને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે. તમે પારિવારિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરશો. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે.મુશ્કેલ સમય આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *