સૂર્યપુત્ર શનિદેવ કરશે રાશિ પરિવર્તન, આ રાશિનો આવશે મુશ્કેલ સમય

DHARMIK

સૂર્યપુત્ર શનિદેવ બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ છે. તે કોઈપણ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે, જેના કારણે તે લાંબા સમય સુધી જે તે રાશિ પર અસર કરે છે. શનિનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે શનિ એક રાશિ છોડીને બીજી રાશિમાં જાય છે કેટલીક રાશિઓ પર શનિની સાડાસાતી શરૂ થાય છે તો કેટલીક રાશિઓ પર શનિની ઢૈય્યાની અસર થાય છે. શનિ એક સાથે પાંચ રાશિઓ પર મહત્તમ પ્રભાવ પાડે છે. જાણો શનિની રાશિ ક્યારે બદલાશે અને કઈ રાશિ પર થશે શનિની અસર.

શનિદેવ અત્યારે મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. શનિ દેવ 24 જાન્યુઆરી, 2020થી આ રાશિમાં છે. શનિ મકર રાશિમાં હોવાથી તેની અસર પાંચ રાશિઓ પર પડે છે. ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી અને મિથુન અને તુલા રાશિના લોકો માટે શનિની મહાદશા ચાલી રહી છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શનિની સાડાસાતી કોઈના પર ચાલી રહી હોય તેના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. નોકરીમાં અને કામમાં સતત અવરોધો આવે છે. હવે વર્ષ 2022માં શનિદેવ રાશિ પરિવર્તન કરશે. 29 એપ્રિલ 2022ના રોજ, શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તનથી કુંભ મીન રાશિના લોકો પર શનિની સાડાસાતીની શરૂઆત થશે, જ્યારે મકર રાશિના લોકો શનિની સાડાસાતીથી મુક્ત થશે.

મિથુન અને તુલા રાશિ પરથી શનિની મહાદશા સમાપ્ત થશે.

ગ્રહો મોટાભાગે માર્ગીથી વક્રી થતા રહે છે અને વક્રીથી માર્ગી થાય છે. જેના કારણે 12મી જુલાઈ 2022ના રોજ શનિ ફરી એક વખત વક્રી થશે. આ કારણે મકર રાશિ પર શનિની સાડાસાતી ફરી આવશે. 17 જાન્યુઆરી, 2023 સુધી સાડાસાતી રહેશે, ત્યારબાદ શનિદેવ કુંભ રાશિમાં ભ્રમણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *