સુરતમાં સ્પાની આડમાં દેહ વ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ

GUJARAT

સુરત શહેરના HTU (એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ)ને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે વેસુના સ્વસ્તિક માઇલ સ્ટોનની પાછળ રિચ મોન્ડ પ્લાઝાના બીજા માળે કોરલ પ્રાઇમ સ્પામાં દરોડા પાડયા હતા.

જયાંથી સ્પાની મેનેજર ગીતા ઉર્ફે સુઝેન ટીકારામ ચેત્તરી જે સિક્કીમની રહેવાસી છે, તેનો આસિસ્ટન્ટ ઉમેશ જગન્નાથ ઉપરાંત થાઇલેન્ડની 7 યુવતી તેમજ શરીર સુખ માણવા આવનાર ગ્રાહક અભિષેક કુકડીયા, સ્પાના સફાઇ કામદાર રાકેશ અખાડે અને તક્ષક પૂતળે ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ. 10,200, મોબાઇલ 7 નંગ અને કોન્ડોમના પેકેટ મળી કુલ રૂ. 96,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસની પૂછપરછમાં સ્પા માલિક દિપકુમાર ઉર્ફે નિમિત રવજી પટેલ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે થાઇલેન્ડની યુવતીઓને સપ્લાય કરનરા સ્માઇલી નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, સ્પામાં આવનાર ગ્રાહક પાસેથી મસાજ માટે રૂ. 1 હજાર અને શરીરસુખ માણવા માટે રૂ. 2 હજાર રૂપિયાની વસૂલાત કરવામાં આવતી હતીજેમાં શરીર સુખ માણનાર ગ્રાહકના રૂ. 2 હજાર પૈકી રૂ.1 હજાર યુવતીઓને આપવામાં આવતા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.