સુરતમાં લેસ્બિયન યુવતીએ સગી ભાભી સાથે પરાણે બાંધ્યો સજાતિય સંબંધ ને પછી તો……

GUJARAT

લીંબાયત વિસ્તારમાં લેસ્બિયન યુવતીએ તેની ભાભી સાથે જ પરાણે સજાતિય સંબંધો બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લેસ્બિયન નણંદે ભાભી સાથે ગંદી હરકત કરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. લીંબાયત પોલીસમાં ફરિયાદ થતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લેસ્બિયન નણંદ સામે સૃષ્ટિ વિરુદ્ધનો ગુન્હો દાખલ થયો છે.

લેસ્બિયન નણંદ શરૂઆતમાં છેડછાડ કરતી હતી. ત્યારબાદ એક રાતે પુરુષ માફક જબરજસ્તી કરી બદકામ કર્યાનો આરોપ ભાભીએ નણંદ પર લગાવ્યો છે. ભોગ બનનારે સાસરિયામાં વાત કરી તો નણંદને અસરાત તેની ઉપર માણસ હાવી થાય છે તેવું જણાવી વાત ટાળી હતી. લીંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત : ઉધના યાર્ડમાં થયેલ સગર્ભાની હત્યાનો ભેદ રેલવે પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પ્રેમી એવા ભાણેજ દ્વારા કરવામાં આવી છે. 8 મહિના ગર્ભ સાથે યુવતીની ગળું દબાવી અને લાતો મારી હત્યા કરી હતી. મામી અને ભાણેજ વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી વલસાડ નજીક રહેતા હતા. ભાણેજે જ પોતાના પુત્રની હત્યા મામીના ગર્ભમાં કરી હોવાનો પણ ધડાકો થયો છે. આરોપી ભાણેજને બિહારથી ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો.

ગત 25મી માર્ચે સુરત શહેરના ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાની ગળું દબાવી તેના મોઢા પર માર મારી તેની હત્યા કરેલી લાશ મળી આવી હતી. ઘટનાને પગલે રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મહિધરપુરા પોલીસને સમગ્ર ઘટનાની કડીઓ જોડતા cctv ફૂટેજ હાથમાં લાગ્યા હતા, જેમાં એક પુરુષ મહિલા સાથે દેખાય છે. મહિલાની હત્યા કર્યા બાદ બાળકીને લઈ ઉધના રેલવે સ્ટેશનથી સુરત રેલવે સ્ટેશન આવે છે. સુરત રેલવે સ્ટેશને બાળકીને એકલી મૂકી પ્લેટફોર્મ ઉપર જતો રહે છે. રેલવે પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી હતી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સાથે સાથે મૃતક મહિલાની ઓળખાણ માટેની તપાસ તપાસ પણ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *