સુરત: ડિંડોલીમાં ધમધમતા દેહ વ્યાપારના અડ્ડા પર પોલીસના દરોડા

GUJARAT

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન પોલીસે 8 મહિલા સહિત 5 પુરુષોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા માર્ક પોઈન્ટ કોમ્પલેક્સમાં છેલ્લા કેટલાક સમયથી દેહવ્યાપારનો ગોરખધંધો થતો હોવાની પોલીસને ફરિયાદ મળી રહી હતી. જો કે પોલીસ રેડ પાડવા પહોંચે, તે પહેલા જ આવા તત્વોને ગંધ આવી જતાં તેઓ ફરાર થઈ જતા હતા.

જો કે આજે ફરીથી પોલીસને માર્ક પોઈન્ટ કોમ્પલેક્સમાં કેટલાક યુવક અને યુવતીઓ મળીને દેહ વેપલો કરતાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને ટ્રેપ ગોઠવી હતી. જે બાદ પોલીસે મહિલા ટીમ સાથે દરોડા પાડતાં સ્થળ ઉપરથી 8 મહિલા અને 5 જેટલા પુરુષો મળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ ગોરખધંધાની મુખ્ય સુત્રધાર ભાવનગરની ભાવનાબેન બહારથી મહિલા અને ગ્રાહકોને બોલાવીને દેહવ્યાપાર કરાવતી હતી. હાલ પોલીસે તમામ લોકોની અટકાયત કરીને ડીંડોલી પોલીસ સ્ટેશન લઈ જઈને કાયદેસરકની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *