સુરત: વિધર્મી યુવક સાથે શરીર સંબંધ રાખવો યુવતીને ભારે પડ્યો

GUJARAT

સુરતના સલાબતપુરા વિસ્તારમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જેમાં નરાધમે દુષ્કર્મનો વીડિયો બનાવી યુવતીને બ્લેકમેલ કરી હતી. તેમાં આખરે યુવતીએ નરાધમના ત્રાસથી કંટાળી સલાબતપુરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ કરી છે. જ્યાં પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિધર્મી યુવક પર ભરસો કરવો યુવતીને પડ્યું ભારે

સલાબતપુરામાં એનજીઓ ચલાવતી 26 વર્ષીય યુવતીને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ બળાત્કારનો વીડિયો પણ બનાવ્યો હતો. નરાધમે વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર હાલમાં ભેસ્તાનમાં રહેતી 26 વર્ષીય યુવતી સામાજીક કાર્યકર છે. તે સલાબતપુરામાં એનજીઓ ચલાવે છે. તેજ વિસ્તારમાં તેની ઓફીસ પણ છે. થોડા મહિના પહેલા તેની ઓફિસ પર આરોપી સમીર ઉર્ફ ઔવા યુસુફ શેખ એક કેસ લઈને કામ માટે આવ્યો હતો.

શરીર સંબંધ બાંધ્યા તેનો વીડિયો-ફોટો પાડી લીધા

ત્યારે પહેલી વખત યુવતી સાથે સમીરની ઓળખાણ થઈ હતી. બાદમાં તે કોઈને કોઈ બહાને અવાર-નવાર યુવતીની ઓફિસે આવતો હતો. ત્યારે મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. સમીરે યુવતીને લગ્ન કરવાના વાયદા કરીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. શરીર સંબંધ બાંધ્યા તેનો વીડિયો-ફોટો પાડી લીધા હતા.

આરોપીને સલાબતપુરા વિસ્તારમાંથી ઝડપી લીધો

ત્યાર બાદ તેના આધારે સમીર યુવતીને બ્લેકમેલ કરવા લાગ્યો હતો. ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. ત્રાસીને યુવતીએ સમીર વિરુદ્ધ સલાબતપુરા પોલીસમાં રેપની ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરાધમ વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તેને સલાબતપુરા વિસ્તારમાંથી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *