ધો.૧૨ની વિર્દ્યાિથનીનું જાતિય શોષણ કર્યા બાદ બ્લેકમેલિંગ કરી ૨૦ હજાર પડાવી લેનારા ભાજપના કાર્યકર વિશાલ ઉર્ફે ભૂષણ પાટિલની ઉધના પોલીસે ધરપકડ કરી હતી. ઉધના ગાંધીકુટિર સોસાયટીમાં રહેતા વિશાલ ઉર્ફે ભૂષણ વિજય પાટિલ ૨૦ દિવસ પહેલાં બળાત્કારનો ગુનો નોંધાયો હતો.
ધો.૧૨માં અભ્યાસ કરતી મહારાષ્ટ્રની વિર્દ્યાિથનીને પ્રેમજાળમાં ફસાવી મળવાને બહાને બોલાવી ચોરી છૂપીથી ફોટાં અને વીડિયો ઉતારી લીધો હતે. જેના આધારે તે બ્લેકમેલિંગ કરતો હતો. ફોટાં-વીડિયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી વારંવાર પીડિતા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
વિશાલ પીડિતાને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત પણ કરતો હતો તેમજ તેણીના પરિવારના સભ્યો સાથે ઝઘડો કરી જબરદસ્તીથી રૃ.૨૦ હજાર પણ પડાવી લીધા હતા.
ઉધના પોલીસે દુષ્કર્મ, પોક્સો અને એક્ટ્રોસિટી એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો. જે ગુનામાં ઉધના પોલીસે ગતરોજ ધરપકડ કરી હતી.