સુંદર કાંડનો પાઠ કરવાથી મળશે સફળતા, જાણો તેની સાથે જોડાયેલ નિયમ

GUJARAT

સુંદર કાંડનો પાઠ કરવાથી હનુમાન જી પ્રસન્ન થાય છે.. સુંદરકાંડ તુલસીદાસ જી દ્વારા રચિત છે, પરંતુ તેમાં વાલ્મીકી રામાયણના સોપાન અને સીતા અને હનુમાનજીના ભેટ સમયનેવર્ણવવામાં આવ્યો છે. આ રામાયણનો એક એવો અધ્યાય છે, જેમાં હનુમાન જીને મુખ્ય પ્રદર્શિત કરવામાં આવ્યા છે. માતા સીતા અને હનુમાન જીનું આ સુંદર કાંડમાં સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. જાણો સુંદર કાંડનો પાઠ કરવાથી થતા ફાયદા અને નિયમો …

સુંદરકાંડમાં હનુમાનની શક્તિ અને વિજયનું વર્ણન છે. તેથી, સુંદર કાંડનો પાઠ કરવાથી વ્યક્તિને ભયમાંથી મુક્તિ મળે છે. જેથી તેનો આત્મવિશ્વાસ પ્રબળ બને છે. આ કાંડનો પાઠ કર્યા પછી જ હનુમાન જી પ્રસન્ન થાય છે. સુંદરકાંડનો પાઠ આધ્યાત્મિક અને માનસિક શાંતિ અર્પે છે. આ પાઠ કરવાથી માનસિક શક્તિ મળે છે. જેના કારણે તમે કોઈપણ કામ કરી શકો છો

સુંદરકાંડ પાઠ કરવાની પદ્ધતિ
સુંદર કાંડનો પાઠ કરવા માટે, કોઈ સાફ જગ્યાએ હનુમાનજીની છબી અથવા ચિત્ર સ્થાપિત કરો. પુષ્પ વગેરે અર્પણ કરો. તે પછી ભગવાન ગણેશજી અને ભગવાન શ્રી રામ, હનુમાન જી અને શિવજીનું ધ્યાન કરીને પ્રણામ કરવું જોઈએ. ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને તિલક કરો.

તે પછી હનુમાનજીના ચરણોમાં પીપળાના સાત પાંદડાઓ મૂકો. હનુમાનજીની સામે દીવો પ્રગટાવો. હનુમાનજી સમક્ષ સમગ્ર સુંદર કાંડનો પાઠ કરો. પાઠ પૂર્ણ થયા પછી હનુમાન જી અને રામ જી ની આરતી કરો અને બુંદી કે ગોળ અને ચણાનો પ્રસાદ ધરાવો.

સુંદરકાંડ પાઠની સૌથી ખાસ વાત આ છે કે તેનાથી ન માત્ર હનુમાનજીના આશીર્વાદ મળે છે પણ ભગવાન શ્રીરામના પણ આશીર્વાદ મળે છે. કુંડળીના બગડેલા ગ્રહોને સંચાર આપે છે સુંદરકાંડનો પાઠ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે અને મંગળવારે સુંદરકાંડનો પાઠ કરનારાને બધા સંકટથી છુટકારો મળે છે અને ખૂબ સારા પરિણામ સામે આવે છે. બ્રહ્મ મુહૂર્ત અથવા સંધ્યા સમયે સુંદર કાંડનો પાઠ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.