પ્રશ્ન : હું 25 વર્ષની પરિણીતા છું. મને અઢી વર્ષનો દીકરો છે. મારા સાસુ અને સસરા બંને સરકારી નોકરીમાંથી નિવૃત થયેલા છે. હું મારા દીકરાના જન્મ પહેલાં નોકરી કરતી હતી પણ છેલ્લા ત્રણેક વર્ષથી ઘરે છું કારણ કે અમે સાથે રહેતા હોવા છતાં મારા સાસુએ મારા સંતાનની જવાબદારી લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તેઓ મારા દીકરાને પિયરમાં રાખવાની પણ ના પાડે છે. મારે ફરી નોકરી ચાલુ કરવી છે પણ આ મામલામાં મારા પતિ પણ મને ટેકો નથી આપી રહ્યા જેના કારણે મને બહુ હતાશા અનુભવાય છે. મારે શું પગલું ભરવું જોઈએ? એક મહિલા (વડોદરા)
ઉત્તર : ધીરજ જાળવવામાં દરેક સમસ્યાનો જવાબ રહેલો હોય છે. નાનું બાળક હોવા છતાં પણ મહિલા સારી રીતે તો જ નોકરી કરી શકે જો તેને પતિ અને પરિવારનો પુરેપુરો ટેકો હોય. તમારી પરિસ્થિતિ અલગ છે. આ સંજોગોમાં ધીરજ જાળવવી એ જ સારો ઉકેલ છે.
તમે પહેલાં પણ જોબ કરતા હતા એટલે પ્રોફેશનલ જીવનની પરિસ્થિતિથી વાકેફ છે. હાલમાં તમારો દીકરો નાનો છે અને ઘરે હોવાથી જે તમને થોડોઘણો સમય મળે છે એનો ઉપયોગ તમારી સ્કિલને ધારદાર બનાવવામાં અને નવીનવી વસ્તુ શીખવા માટે કરો. થોડાં સમય બાદ તમારો દીકરો શાળાએ જવા લાગશે ત્યારે તેની સંભાળ માટે તમે કોઈ હેલ્પર રાખી શકો છો. તેનાથી તમારી સાસુને કોઈ વાંધો નહીં હોય. દીકરાની વ્યવસ્થા થતાં તમે ફરી નોકરીએ પણ જઈ શકશો.
પ્રશ્ન : શું વીર્યનું એક ટીપું બનવામાં લોહીનાં 100 ટીપાં વપરાય છે? મને શીઘ્રપતનની સમસ્યા છે અને એટલે જ મને વધારે નબળાઇ લાગતી હશે? એક પુરુષ (વાંકાનેર)
ઉત્તર : વીર્યનું એક ટીપું બનવામાં લોહીનાં 100 ટીપાં વપરાય છે એ બિલકુલ સાચુ નથી. જેવી રીતે લાળ ગ્રંથિ દ્વારા લાળનું નિર્માણ થાય છે તે વીર્યનું નિર્માણ જાતીય ગ્રંથિઓ દ્વારા થાય છે. વીર્ય સાથે લોહીને કંઈ જ લેવાદેવા નથી.
જ્યાં સુધી નબળાઇની સમસ્યા છે ત્યાં સુધી નબળાઇ અને શીઘ્રપત્ન વચ્ચે કોઇ સંબંધ નથી. સહવાસ દરમિયાન ચરમ આનંદ પ્રાપ્તિની ક્ષણને ‘ઓર્ગેઝમ’ કહેવાય છે. જો આ પહેલાં જ વીર્ય સ્ખલન થઈ જાય તો તેને ‘શીધ્રપતન’ કહેવામાં આવે છે. તેને કોઈપણ પ્રકારની નબળાઈ સાથે કોઈ જ લેવા દેવા નથી. શીઘ્રપતન માટે ઘણાં કારણો જવાબદાર છે. પતિ-પત્ની બંનેને યોગ્ય ચિકિત્સક દ્વારા જાતીય શિક્ષણ આપવાથી પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે.
સવાલ: હું 22 વર્ષની છું મારા લગ્નને 2 મહિના થયા મને સુહાગરાતે સમાગમમાં સેજપણ દુખ્યું નહિ અને સેજપણ રક્તસ્ત્રાવના થયો, મેં પ્રથમવાર જ મારા પતિ જોડ સમાગમ કર્યું તો શું હું આવી પરિસ્થિતિમાં ગર્ભ ધારણ કરી શકીશ???
એક યુવતી
જવાબ: જો સુહાગરાત્રે દુખે કે ના દુખે, લોહી નીકળે કે ના નીકળે એ વસ્તુનો કોઈ અર્થ નથી થતો, પણ હા તમે ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ જ છો, એ વાત મનમા ફિટ કરી દેજો,