સુહાગરાતના સમયે મને ખુબજ પીડા થઇ,હજુ પણ મને બોવ્જ દુખાવો થાય છે પણ આના લીધે મારા પતિ નારાઝ છે,,

GUJARAT

પ્રશ્ન: હું ૧૮ વર્ષની બી.એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું. છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો મને બહુ હેરાન કરી રહ્યો છે. કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જાય છે. ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે.

જ્યારે હું બહેનપણીઓ સાથે હોઉં ત્યારે તે દૂરથી અશ્લીલ વર્તન કરે છે. તે છોકરો ઘણો બગડેલો છે. તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈ દિલચસ્પી નથી, આમ છતાં પણ તે મારો પીછો છોડતો નથી. મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે. જો તેમને આ વાતની ખબર પડી જાય તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં બેસાડી રાખશે. હું શું કરું ?
એક વિદ્યાર્થિની (અમદાવાદ)

ઉત્તર: તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો, પરંતુ તમે અત્યાર સુધી ચૂપ રહ્યા. તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે. એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે તો તેને ધમકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી. તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો.

પ્રશ્ન: હું ૨૫ વર્ષની પરિણીતા છું. લગ્નને ૨ મહિના થયા છે. મારા પતિ મને બહુ પ્યાર કરે છે. હું એક અંગત સમસ્યાથી હેરાન છું. સુહાગરાતે સહવાસમાં મને બહુ પીડા થઈ. હજુ પણ હું સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી. મને બહુ પીડા થાય છે. પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે. મારા પતિ મારા કરતાં ૧૦ વર્ષ મોટા છે. શું શારીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય?
એક યુવતી (સુરત)

ઉત્તર: સહવાસ, ખાસ કરીને સુહાગરાતે પ્રથમ સહવાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે. થોડાં સમય પછી આ રીતની સ્થિતિ નથી રહેતી. એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા. તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહવાસ સુખદ થશે. પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે. આ કારણે તમે હેરાન થાઓ છો, એ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાંખો.

Leave a Reply

Your email address will not be published.