શુ તમને ખબર છે અંકિતા લોખંડે કરવા જઈ રહી છે લગ્ન, જુઓ તસવીરો થઈ વાઈરલ….

nation

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે છેલ્લા ઘણા સમયથી કોઈના કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. પોતાની પ્રોફેસનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે. તમને જણાવી દઈએ કે સુશાંતસિંહના મોત બાદ અંકિતા સતત ચર્ચામાં રહી હતી.

હાલમાં જ દિવંગત અભિનેતા સુંશાંતની બર્થ ડે એનિવર્સરી પર અંકિતા લોખંડેએ તેને યાદ કરીને થ્રોબેક વીડિયો શેર કર્યો હતો. હવે અંકિતાના લગ્નની વાતને લઈને ચર્ચામાં આવી છે. હકિકતમાં અંકિતા લોખંડે અને તેમની બહેન અશિતા પોતપોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક તસવીરો શેર કરી છે. જેના કારણે તેમના લગ્નની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ તસવીરોમાં અંકિતા લોખંડે હાથમાં મહેંદી લગાવેલી જોવા મળે છે. આ તસવીરો સામે આવતા જ કેટલાક યૂઝર્સે અંદાજો લગાવવાનો શરૂ કરી દીધો કે, અંકિતાએ ગુપચુપ રીતે મહેંદીની વિદિ પુરી કરી લીધી છે. આ તસવીરોમાં અંકિતા ખુબ ખુશ જોવા મળી રહી છે. આ તસવીરોમાં અંકિતા સાદા ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીરો સામે આવતા જ ફેન્સે તેમના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્નને લઈને સવાલો પુછવાનું શરૂ કરી દીધુ છે.

અંકિતા લોખંડેની બહેન આશિતાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમનો એક વીડિયો શેર કર્યો છે. જેમા અંકિતા મહેંદી લગાવતી જોવા મળી રહી છે અને આશિતા તેમને પ્રેમથી ગળે લગાવે છે. અંકિતાએ તેમની આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર સેશન દરમિયાન શેર કરી હતી અને અંકિતા લોખંડે લાંબા સમયથી વિક્કી જૈનને ડેટ કરી રહી છે. આ પહેલા પણ તે બન્નેના લગ્નની વાતો સામે આવી ચુકી હતી. હવે અંકિતાએ હાથમાં મહેંદી લગાવેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા તેમના લગ્નની વાતને વધુ જોર મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *