સોનું થયુ સસ્તુ, ચાંદીની કિંમતમાં આવી તેજી, જાણીલો 1 તોલા સોનાની શુ થઇ કિંમત

nation

ગયા અઠવાડિયે તીવ્ર ઘટાડા પછી ભારતીય બજારોમાં આજે સોના (Gold Price Today) અને ચાંદીના ભાવમાં (Silver Price Today) ઉછાળો નોંધાયો છે. એમસીએક્સ પર સોનામાં તેજી આવી છે અને સોનાએ ફરી તેની ચળકાટ મેળવી છે. આજે સોનું 0.6 ટકા વધીને 47004 પર પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, ચાંદી 0.6 ટકા વધીને 68,789 પ્રતિ કિલો કરી દેવામાં આવ્યુ છે. આપને જણાવી દઈએ કે રેકોર્ડ સ્તરેથી સોનાના ભાવમાં 9000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો અહીં સોનાના ભાવો સપાટ સ્તરે કારોબાર કરી રહ્યા છે. સોનુ 1,770.66 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે ચાંદી 25.90 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર હતો. સોનાના ભાવ – સોમવારે, જૂન વાયદામાં સોનાનો ભાવ મલ્ટી કૌમોડિટી એક્સચેંજ પર 10 ગ્રામ દીઠ 270 રૂપિયા વધી રૂ. 47,007 પર પહોંચી ગયો છે.

ચાંદીનો ભાવ – એમસીએક્સ પર ચાંદીનો વાયદો રૂ .401 વધી રૂ. 67,925 પ્રતિ કિલોગ્રામ ટ્રેડ કરી રહ્યો છે. સ્પોટ બજારમાં ચાંદીની કિંમત 25.90 ડોલર પ્રતિ ઔંસ હતી.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. ‘BIS Care app’થી ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ્લિકેશન દ્વારા માત્ર સોનાની શુદ્ધતા જ નહીં, પણ તેની સાથે સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકે છે.

જો આ એપમાં માલનું લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટો જોવા મળે તો ગ્રાહકો તરત જ ફરિયાદ કરી શકે છે. આ એપ્લિકેશન (Gold) દ્વારા ગ્રાહકને તાત્કાલિક ફરિયાદ નોંધાવવા માટેની માહિતી પણ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *