સોમવતી અમાસે ન કરશો આ ભૂલો નહીં તો પસ્તાશો

DHARMIK

31 જાન્યુઆરીએ સોમવારે અને સોમવતી અમાસની ઉજવણી કરાશે અને 1 ફેબ્રુઆરીએ મંગળવારે મૌની અમાસની ઉજવણી કરાશે, પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ થાય છે અને અમાસના દિવસે ચંદ્ર લુપ્ત રહે છે. શુક્લ પક્ષના 15મા દિવસે અમાસ હોય છે. તમામ તિથિ અને વારનો મન અને મસ્તિષ્ક પર ખાસ અસર પડે છે. આ તિથિના પ્રભાવને જાણીને વ્રત અને તહેવાર બનાવાયા છે. તો જાણો સોમવતી અમાસના દિવસે કઈ વાતોને લઈને સતર્ક રહેવું.

આ બાબતોનું ખાસ રાખજો ધ્યાન, નહીં તો થશે મોટું નુકસાન

1. આ દિવસે તામસિક વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું યોગ્ય માનવામાં આવે છે.

2. આ દિવસે દારુ કે અન્ય કોઈ પણ નશાથી દૂર રહેવું. તેનાથી શરીર પર જ નહીં પણ ભવિષ્ય પર પણ દુષ્પ્રભાવ પડે છે.

3. આ દિવસે વ્યક્તિમાં નકારાત્મક વિચારો વધે છે. એવામાં નકારાત્મક શક્તિઓ પ્રભાવિત કરે છે તો હનુમાનજીનો જાપ કરવાનું લાભદાયી રહેશે.

4. અમાસના દિવસે જે લોકો ભાવુક રહે છે તેમની પર વધારે પ્રભાવ રહે છે. આ લોકોએ પોતાના મન પર કંટ્રોલ રાખવો અને પૂજા પાઠ કરવા.

5. આ દિવસે શક્ય હોય તો ઉપવાસ રાખવો. જાણકારો કહે છે કે ચૌદશ, અમાસ અને પ્રતિપદાના 3 દિવસ પવિત્ર બની રહેવામાં ભલાઈ છે.

6. અમાસના દેવતા અર્યમા છે જે પિતૃઓના પ્રમુખ છે. અમાસના દિવસોમાં પિતૃગણોની પૂજા કરવાથી તે સદૈવ પ્રસન્ન રહે છે અને પ્રજાવૃદ્ધિ, ધનરક્ષા, ઉંમર તથા બળશક્તિ પ્રદાન કરે છે. આ બળપ્રદાયક તિથિ છે.

7. અમાસના દિવસે ભૂત-પ્રેત, પિતૃ, પિશાચ, નિશાચર, જીવ જંતુ અને દૈત્ય સક્રિય અને ઉન્મુક્ત રહે છે. એ દિવસોએ પર્કૃતિને જાણીને વિશેષ સાવધાની રાખવી જોઈએ.

8. અમાસામાં દાનવી આત્માઓ સક્રિય રહે છે ત્યારે મનુષ્યમાં પણ દાનવી પ્રવૃત્તિઓની અસર વધે છે, આ માટે એ દિવસોએ મહત્ત્વના દિવસમાં વ્યક્તિના મન, મસ્તિષ્કને ધર્મની તરફથી વાળી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.