સિંહ રાશિના જાતકો કરી લે આ ઉપાય, જીવનની તમામ મુશ્કેલીઓનો આવશે અંત.

rashifaD

સિંહ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહ છે. રાશિચક્રમાં આ રાશિ પાંચમા સ્થાને છે. ઈમાનદારી તેમજ ન્યાયપ્રિયતા આ રાશિનો ખાસ ગુણ છે. આ રાશિના લોકો કાર્યમાં કુશળ હોય છે તેમને વ્યસ્ત રહેવુ ખુબજ ગમે છે વધારે વાતચીત કરવી તેમને પસંદ નથી. દેવુ કરવાથી આ રાશિના જાતકો દુર જ રહે છે. મિત્રો સાથે હળીમળીને રહેવાનું પસંદ કરે છે.

કોઈ જરા પણ તેમની સાથે છળ કરે તો તેમને ખુબજ ગુસ્સો આવી જાય છે. તેમને સ્વતંત્ર્યતા ખુબજ પ્રિય છે. કોઈ તેમની વાતોમાં ધ્યાન ન આપે તો તેમને ગુસ્સો આવે છે.તેમને ચાપલુસી કરવી જરાપણ ગમતી નથી. સ્પષ્ટવક્તાના કારણે તેઓ કોઈને ખરાબ લાગે તેવુ બોલી જતા હોય છે. તેમને કોઈ વાત ગુપ્ત રાખવી ગમતી નથી. તેઓ વડીલોનું સન્માન કરવાનું સારી રીતે જાણે છે. મુશ્કેલીના સમયે આ રાશિના જાતકો વધારે મજબુત બની જતા હોય છે.

ધન પ્રાપ્તિના ઉપાય
ભૌતિક જરૂરીયાતોને પુરી કરવા ધનની જરૂરિયાત હોય છે. ખરાબ સમયના કારણે વ્યક્તિ કઠોર મહેનત કરે તો પણ ફળ પ્રાપ્ત થતું નથી આવી સ્થિતિમાં સિંહ રાશિના જાતકોએ કાળા કુતરાને રોટલી ખવડાવી, ધન સંબધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

જીવનમાં પ્રગત્તિ માટે કરો આ ઉપાય
જીવનમાં સ્થિરતા, પ્રગતિ તેમજ મુશ્કેલીઓથી બચવા માટે સૂર્ય ગળામાં ધારણ કરો. રવિવારનું વ્રત કરો. સૂર્યદેવની પૂજા કરો. આંકડાના છોડ પર દૂધ ચડાવો.

વૈવાહિક જીવનની તકલીફો દૂર કરવા
જો દામ્પત્યજીવનમાં તણાવ ચાલતો હોય તો ઘરની છત પર શનિવારે ઘોડાની નાળ લગાવો. ઘરમાં વધારાનો ભંગાર પડ્યો હોય તો તાત્કાલીક દૂર કરો. આવુ કરવાથી દામ્પત્યજીવનમાં શાંતિ આવશે. પ્રેમ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *