શુક્ર-મંગળ, શનિ-બુધ, સૂર્ય-ગુરૂની યુતિ આ 5 રાશિને થશે અઢળક ફાયદો

DHARMIK

જ્યોતિષીય ગણતરી મુજબ આ સમયે શુક્ર અને મંગળ ધન રાશિમાં છે. શનિ અને બુધ મકર રાશિમાં છે. સૂર્ય અને ગુરુ કુંભ રાશિમાં આગળ વધી રહ્યા છે. શુક્ર-મંગળ, શનિ-બુધ, સૂર્ય-ગુરુની યુતિ કેટલીક રાશિઓને લાભ આપી રહ્યો છે. ગ્રહોના સંયોગની શુભ અસરથી આ રાશિના જાતકોનું સુતેલુ ભાગ્ય જાગી ગયું છે. ચાલો જાણીએ શુક્ર-મંગળ, શનિ-બુધ, સૂર્ય-ગુરુના યુતિની તમામ રાશિઓ પર શું અસર થાય છે.

મેષ રાશિ
વાણીનો પ્રભાવ વધશે. નોકરીમાં પ્રગતિના માર્ગો મળશે. નાણાકીય સમસ્યાના નિવારણનો કોઈ ઉપાય મળી આવે, ખર્ચ પર અંકુશ રાખજો, પ્રવાસ, પર્યટન.

વૃષભ રાશિ
અગત્યની કાર્યરચના અને વ્યસ્તતા અનુભવાય, આર્થિક બાબતો પર નજર રાખવી હિતાવહ સમજજો.

મિથુન રાશિ
‘મન હોય તો માળવે જવાય’ એ ઉક્તિ ખોટી ન પડે તે માટે વધુ દૃઢતા અને મહેનત જરૃરી બને.

કર્ક રાશિ
માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા નકારાત્મક વિચારો પર કાબૂ જરૃરી માનજો. સંપત્તિના પ્રશ્નો ગૂંચવાતા લાગે.

સિંહ રાશિ
ધીરજના ફ્ળ મીઠાં સમજવા, અંતરાય અને નિષ્ફ્ળતાની ચિંતા છોડી આગળ વધજો.

કન્યા રાશિ
આપના હાથ ધરેલા કામકાજો અંગે કોઈ સાનુકૂળ તક, સંજોગ સર્જાતા જણાય પ્રવાસ, મિલન-મુલાકાત.

તુલા રાશિ
આપના ધારેલા કામમાં વિલંબ ને અંતરાય હશે તો તેને દૂર કરી શકશો, તબિયત સાચવજો.

વૃશ્ચિક રાશિ
કોઈના આધારે કે ભરોસે ન ચાલવા સલાહ છે. અપના હાથ જગન્નાથ એ ઉક્તિને અનુસરવી લાભદાયી.

ધન રાશિ
સંજોગ અને પરિસ્થિતિ વિકટ હોય તો તે બદલાતી લાગે, ઈશ્વર નસીબનો દિવ્ય સાથ અનુભવી શકશો.

મકર રાશિ
પ્રયત્નો પડતા મૂકશો નહીં ફ્ળ હાથવેંતમાં લાગે, સ્નેહીનો સહકાર, પ્રવાસ.

કુંભ રાશિ
આપની અગત્યની કામગીરી અને પ્રવૃત્તિઓ અંગે સંજોગ સાથ આપતો લાગે.

મીન રાશિ
સામાજિક, સાંસારિક બાબત અંગે સાનુકૂળતા અને અગત્યની કાર્યરચના થતી જણાય.

Leave a Reply

Your email address will not be published.