શુક્ર કરી રહ્યો છે મિથુન રાશિમાં ગોચર, આ જાતકોની કિસ્મત ખુલી જશે

Uncategorized

23 નવેમ્બર મંગળવારે એટલે કે આવતી કાલે નવગ્રહોમાં છઠ્ઠો અને સૌથી ચમકતો ગ્રહ શુક્ર રાશિ પરિવર્તન કરી રહ્યો છે. શુક્ર પોતાની રાશિ વૃષભથી નિકળીને મિથુન રાશિમાં સૂર્ય અને રાહુ ને મળશે. આ રાશિમાં શુક્ર જુલાઈ 23 સુધી રહેશે. શુક્ર ભૌતિક સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. આ રાશિ પરિવર્તનથી તમામ રાશિઓમાં સુખ, ધન, વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધને પ્રભાવિત કરશે. કેટલાક લોકોને આ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધીત તકલીફો રહેશે. તમારા માટે શુક્રનું આ રાશિ પરિવર્તન કેવુ રહેશે જાણો અમારી સાથે.

મેષ રાશિ

શુક્રનું ગોચર તમારી રાશિમાં ત્રીજા ભાવમાં થઈ રહ્યુ છે. આ દરમિયાન સામાજીક સ્તર પર ઉપર આવવાનો પ્રયાસ સફળ થશે. આર્થિક સ્થિતિ સારી થશે. થોડો સંઘર્ષ કરશો તો મહેનતનું ફળ ચોક્કસ પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ

શુક્ર તમારી રાશિમાં બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન પરિવારમાં કોઈ માંગલિક કાર્ય સંપન્ન થશે. તમારી લવ લાઈફમાં પરિવર્તન આવશે. મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો. ભૌતિક સુવિધાઓ મળશે. મુસાફરી ટાળવી.

મિથુન રાશિ

શુક્ર તમારી રાશિમાં પહેલા ભાવ એટલેકે લગ્ન ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ ગોચરથી તમને નવુ નવુ શીખવા મળશે. પ્રેમ સંબંધમાં વિશ્વાસ વધશે. માનસિક શાંતિ મળશે. ખુશીની અનુભૂતિ થશે.

કર્ક રાશિ

શુક્ર તમારી રાશિમાં 12માં ભાવમાં ગોચર કરી રહ્યો છે. સુખ સુવિધાઓનો આનંદ લઈ શકશો. ગોચર કાળ તમારા માટે ખાસ હશે. વેપાર અને રોજગાર ક્ષેત્રે ઉજ્જવળ તક સાંપડશે.

સિંહ રાશિ

શુક્ર તમારી રાશિમાં 11માં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ ગોચર દરમિયાન તમે સફળતાની નવી ઉંચાઈને સ્પર્શી શકશો. ધર્મ કાર્યોમાં રસ રૂચી વધશે.

કન્યા રાશિ

શુક્ર આપની રાશિમાં 10માં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન તમને નોકરીમા ફેરફાર કરવાની તક મળશે. વેપારી વર્ગને ફાયદો થશે. ભાગ્યનો સહયોગ મળશે. સરકારી નોકરી કરો છો બદલી થવાના યોગ છે.

તુલા રાશિ

શુક્ર તમારી રાશિમાં નવમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ ગોચર દરમિયાન તમને મિશ્ર પરિણામ મળશે.

વૃશ્ચિક રાશિ

શુક્ર તમારી રાશિમાં આઠમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન તમારા સ્વાસ્થ્યની કાળજી રાખજો. સાથે તમારા કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવશે.

ધનુ રાશિ

શુક્ર તમારી રાશિમાં સાતમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન વૈવાહિક જીવનમાં ખુશી મળશે. ભવિષ્યની યોજનાઓ ઘડી શકશો.

મકર રાશિ

શુક્ર તમારી રાશિમાં છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન શેરબજારમાં જો રોકાણ કર્યુ હશે તો લાભ આપશે. સંતાન સાથે તકરાર થશે.

કુંભ રાશિ

શુક્ર તમારી રાશિમાં પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન તમારા પ્રેમમાં ઉંડાણ આવશે. આવકમાં વૃદ્ધિ થશે. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યા છો તો સફળતા મેળવી શકશો.

મીન રાશિ

શુક્ર તમારી રાશિમાં ચોથા ભાવે ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન કાર્યક્ષેત્રમાં ખુશી મળશે. વિવાહિત લોકોના જીવનમાં ખુશીઓ આવશે. માતા-પિતાની તબિયત કથળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *