શું વ્યાયામની સાથે સેક્સ માણવાથી મારી બોડી ઉપર કોઇ આડઅસર થઈ શકે? તો કૃપા કરી યોગ્ય સલાહ …..

GUJARAT

પ્રશ્ન : મારા પતિ કામમાં બહુ વ્યસ્ત રહે છે. તેઓ હંમેશા પોતાના કામમાં ગળાડૂબ રહે છે અને તેમની પાસે પરિવાર માટે પણ સમય નથી. તેમની રજાનો અડધો દિવસો તો ફોન પર જ પસાર થાય છે. હું હવે આ સ્થિતિથી કંટાળી ગઇ છું અને આની અસર અમારા પારિવારિક જીવન પર પડી રહી છે. હું મારા લગ્નજીવનને કઇ રીતે બચાવી શકું? એક મહિલા (સુરત)

ઉત્તર : જો તમારા પતિ અત્યંત વ્યસ્ત જીવનને કારણે પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વચ્ચે તાલમેલ ન જાળવી શકતા હોય એના કારણે લગ્નજીવનમાં સમસ્યા ઉભી થઇ શકે છે. આ સંજોગોમાં પત્નીની જવાબદારી વધી જાય છે. પત્ની જ સમાજદારી દાખવીને રસ્તો કાઢી શકે છે. આ સંજોગોમા પતિ પર અકળાવાને બદલે તેના પર વધારે ધ્યાન આપો. નાની મોટી કૌટુંબિક પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે તેમની સલાહ લો.

ક્રમશ: તેમના વર્તનમાં ચોક્કસ બદલાવ આવશે. પતિ જો બહુ વ્યસ્ત હોય તો જ્યારે નવરાશનો સમય હોય ત્યારે તેમની પાસે સમસ્યાઓનું પોટલું ખોલીને બેસી ન બેસો. આ સમયનો ઉપયોગ તમારા વ્યક્તિગત સંબંધોને મજબૂત બનાવવા માટે કરો. આટલું કર્યા પછી તમારી વચ્ચેની સમસ્યાઓ ચોક્કસ ઓછી થશે.

સમસ્યા: મારી ઉંમર 23 વર્ષની છે અને મારી ભાવિ પત્નીની ઉંમર 21 વર્ષની છે. લગ્નને હજી એકાદ વર્ષની વાર છે. મારી પહેલી મૂઝંવણ એ છે કે પહેલાં અમે ગાલે ને હોઠે ચુંબન કરતા હતા, પણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હું સ્તન પર ચુંબન કરુ છું. આનાથી અમને કોઇ પ્રોબ્લેમ નથી થતો, પણ અમે ચિંતીત છીએ કે આમ કરવાથી ભવિષ્યમાં અમારા બાળકોને કે અમને કોઇ પ્રોબ્લેમ તો નહીં થાય ને? મારી બીજી મૂંઝવણ છે કે અમે અત્યાર સુધી સેક્સ નથી માણ્યું અને હું રોજ નિયમિત વ્યાયામ કરું છું. તો શું વ્યાયામની સાથે સેક્સ માણવાથી મારી બોડી ઉપર કોઇ આડઅસર થઈ શકે? તો કૃપા કરી યોગ્ય સલાહ આપવા વિનંતી.

ઉકેલ: નવપરિણીતો અને જેના ટૂંક સમયમાં લગ્ન થવાના છે તેવા યુવક-યુવતિઓએ પણ આજના ઈન્ટરનેટ યુગમાં જાતીય શિક્ષણ વૈજ્ઞાનિક સાહિત્યમાંથી કે ક્વોલિફાઇડ સેક્સોલોજિસ્ટ પાસેથી મેળવવું આવશ્યક છે. કેટલીવાર જાતીય અજ્ઞાનને કારણે પતિ-પત્ની એકબીજા સાથે કોઇ ચોક્કસ ર્સ્પશ, ચુંબન કરવા માંગતા હોવા છતાં તેમ કરવામાં ગભરાટ, શરમ-સંકોચ અનુભવતા હોય છે. જેમ કે, ઇન્દ્રિયને સ્પર્શ શકાય? સ્તન પર ચુંબન કરી શકાય અથવા ચુંબન કરવાથી ગર્ભ રહેશે? વગેરે સાહજિક અને સામાન્ય ગણાતી ક્રિયાઓ પણ અજ્ઞાનને કારણે કરતાં ડરતા હોય છે અથવા શરમ અનુભવતા હોય છે.

નવપરિણીતોને મારી સલાહ છે કે તેઓ એકબીજા સાથે પોતાની જાતીય ઇચ્છાઓ, કલ્પનાઓ, ટેવ-કુટેવ વગેરેની મુક્ત મને ચર્ચા કરે. પાર્ટનરના કયા અંગ જોવાથી કે સ્પર્શ કરવાથી કોમોત્તેજના અનુભવાય છે અને કેવી ચેષ્ટા કરે તો ઉત્તેજના અવુભવાય છે તેવી નિખાલસ ચર્ચાની આદત લગ્નજીવનની શરૂઆતથી પાડો એ ભવિષ્યના જાતીય જીવન માટે ઇચ્છનીય છે. બાકી શરીરના કોઇ પણ ભાગ ઉપર સ્પર્શ કરવાથી, ચુંબન કરવાથી આપને આપના પાર્ટનરને કે આવનાર બાળકને, આજે કે ભવિષ્યમાં ક્યારેય તકલીફ નહીં થાય.

વ્યાયામ શરીર માટે ખૂબ જ જરૂરી છે પછી તે બાળક હોય, જુવાન હોય, આઘેડ ઉંમરે પહોંચતી વ્યક્તિ હોય અથવા વૃદ્ધ માણસ હોય. વ્યાયામથી શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રહે છે અને જે આખા શરીર માટે સારું તે સેક્સ માટે પણ હિતકારી જ છે. જો તમે દરરોજ બે કિલોમિટર ચાલશો તો તમને ભવિષ્યમાં નપુંસકતા આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. જે લોકો નિયમિત વ્યાયામ કરે છે તેઓ આળસુ વ્યક્તિ કરતા વધુ વખત, વધુ સારી રીતે જાતીય જીવન માણી શકતા હોય છે અને તેમના સાથીને પણ મોટે ભાગે પૂરતો જાતીય સંતોષ આપી શકતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *